Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડકપ- ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ:વેસ્ટ ઇન્ડીઝને 38 રનથી હરાવ્યું, કેપ્ટન હેલી મેથ્યુઝની વિકેટ પર વિવાદ

    5 days ago

    ઇંગ્લેન્ડ વુમન્સ T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. તેણે બુધવારે મોડી રાત્રે વેસ્ટ ઇન્ડીઝને 38 રનથી હરાવ્યું. મેચમાં વિન્ડીઝની કેપ્ટન હેલી મેથ્યુઝના કેચ આઉટ પર વિવાદ થયો. ધ લોર્ડ્સ સ્ટેડિયમમાં વિન્ડીઝે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 186 રન બનાવ્યા. 187 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝ 20 ઓવરમાં 5 વિકેટે 148 રન જ બનાવી શકી. ફિફ્ટી ફટકારનાર ડેની વ્યાટ-હોજ પ્લેયર ઓફ ધ મેચ રહી. વ્યાટ-હોજની ફિફ્ટી, નાઇટ સાથે ઇનિંગ્સ સંભાળી ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી. એમી જોન્સ 1 અને સોફિયા ડંકલી 11 રન બનાવીને આઉટ થઈ. આ પછી ડેની વ્યાટ-હોજે એલિસ કેપ્સી (26) સાથે ઇંગ્લિશ ઇનિંગ્સને સંભાળી. બંનેએ ત્રીજી વિકેટ માટે 65 રન જોડ્યા. વ્યાટ-હોજે 42 બોલમાં 65 રન બનાવ્યા. હોજ પછી કેપ્ટન હીથર નાઈટે 43 રન બનાવીને ટીમને 7 વિકેટે 186 રન સુધી પહોંચાડી. આ ઇનિંગ્સ સાથે વ્યાટ-હોજ ટુર્નામેન્ટની ટોપ સ્કોરર બની ગઈ છે. હેનરીની ફિફ્ટી, છતાં વેસ્ટ ઇન્ડીઝ હારી 187 રનના ટાર્ગેટને ચેઝ કરતા વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી ન હતી. ડિયેન્ડ્રા ડોટિને ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાર્લી ડીને તેમને મોટા શોટના પ્રયાસમાં કેચ આઉટ કરાવ્યા. આ પછી ડીન અને સોફી એક્લેસ્ટોને નિયમિત અંતરે વિકેટ લઈને વેસ્ટ ઇન્ડીઝ પર દબાણ જાળવી રાખ્યું. જોકે, ચિનેલ હેનરી અને જહઝારા ક્લેક્સટને પાંચમી વિકેટ માટે 63 રન જોડીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. હેનરીએ અણનમ 51 રન બનાવ્યા, પરંતુ વેસ્ટ ઇન્ડીઝ 20 ઓવરમાં 5 વિકેટે 148 રન જ બનાવી શકી અને 38 રનથી હારી ગઈ. રિવ્યુથી બદલાયો ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય વિન્ડીઝની ઇનિંગ્સની ચોથી ઓવરમાં હેલી મેથ્યુઝે લિન્સે સ્મિથના બોલ પર કટ શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ વિકેટકીપર એમી જોન્સના ગ્લોવ્ઝમાં ગયો. ઇંગ્લિશ ખેલાડીઓએ કોટ બિહાઇન્ડની અપીલ કરી, પરંતુ ઓન-ફિલ્ડ અમ્પાયર એન જનાનીએ તેને નોટઆઉટ જાહેર કરી. ઇંગ્લેન્ડની કેપ્ટન ચાર્લી ડીને DRS લીધો. થર્ડ અમ્પાયર નિમાલી પરેરાએ રીપ્લેમાં જોયું કે બોલ બેટની ખૂબ નજીકથી પસાર થયો, પરંતુ બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. જોકે, અલ્ટ્રાએજમાં અવાજનો સંકેત મળ્યો. પરેરાએ આ ગેપ સ્વીકાર્યો, પરંતુ અલ્ટ્રાએજના આધારે ઓન-ફીલ્ડ અમ્પાયરનો નિર્ણય પલટી નાખ્યો. મેથ્યુઝ 14 રન બનાવીને આઉટ થઈ. મેથ્યુઝ બોલી- મેં અમ્પાયરને કહ્યું હતું કે બોલ બેટથી દૂર હતો આઉટ થયા પછી મેથ્યુઝે ઓન-ફીલ્ડ અમ્પાયરો સાથે અસહમતિ દર્શાવી. તેણે હેડ કોચ શેન ડિટ્ઝ સાથે ઘટનાનો વીડિયો રીપ્લે જોયો. પછી બાઉન્ડરી પર રિઝર્વ અમ્પાયર કેરિન ક્લાસ્ટે સાથે પણ ચર્ચા કરી. કોમેન્ટ્રી દરમિયાન બ્રોડકાસ્ટર એબોની રેનફોર્ડ-બ્રેન્ટે કહ્યું કે સ્ટમ્પ માઇક્રોફોનમાં તેને બોલ બેટને અડકવાનો કોઈ અવાજ સંભળાયો નહીં. મેથ્યુઝની 2 વાતો… ઇંગ્લેન્ડ ટૉપ-4માં પહોંચ્યું, વિન્ડીઝનું આયર્લેન્ડ સામે જીતવું જરૂરી યજમાન ઇંગ્લેન્ડ સતત ચાર જીત સાથે સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. વેસ્ટ ઇન્ડીઝ 4 મેચમાં 3 જીત અને 6 પોઇન્ટ્સ સાથે ગ્રુપ-2માં બીજા સ્થાને છે. વેસ્ટ ઇન્ડીઝની છેલ્લી ગ્રુપ મેચ શનિવારે આયર્લેન્ડ સામે છે. આ મેચ જીતીને ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. હારની સ્થિતિમાં ટીમને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    બ્રાઝિલ ફૂટબોલ વર્લ્ડ કપના નોકઆઉટમાં પહોંચ્યું:સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું, વિનીસિયસે બે ગોલ કર્યા, નેમાર પણ મેદાનમાં ઉતર્યો
    Next Article
    EPFO પોર્ટલ 26-28 જૂન સુધી બંધ રહેશે:સોફ્ટવેર અપગ્રેડેશનને કારણે ક્લેમ પ્રોસેસિંગ થશે નહીં, ટુંક સમયમાં જ UPI-ATMથી પૈસા ઉપાડવાની સુવિધા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment