Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજી T20માં પણ વૈભવ સૂર્યવંશી પ્લેઇંગ-11માંથી બહાર:શ્રેયસે સતત 11મી મેચમાં ટૉસ જીત્યો; બોલિંગ લીધી, ઇજાગ્રસ્ત વરુણની જગ્યાએ રવિ બિશ્નોઈને તક મળી

    23 hours ago

    ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. તેણે સતત 11મી મેચમાં ટૉસ જીત્યો છે. આજે પણ વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળી નથી. જ્યારે ભારતે પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સ્નાયુઓમાં દુખાવાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ લેગ સ્પિનર રવિ બિશ્નોઈને તક મળી છે. અફઘાનિસ્તાને પોતાની પ્લેઇંગ-11માં કોઈપણ બદલાવ કર્યો નથી. ત્રણ મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે. ભારતે પ્રથમ મેચ 7 વિકેટે જીતી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
    Click here to Read More
    Previous Article
    RBI, NCPI Considering 0.4% Charge On Large UPI Payments Above Rs 2,000: Report
    Next Article
    'બોલિવૂડમાં-એક્ટિંગ કરવામાં માહેર, કોર્ટમાં પણ તે જ કરી રહ્યા છે':CJI બોલ્યા- રાજપાલ યાદવ પર ભરોસો કરવો મુશ્કેલ, ચેક બાઉન્સ કેસમાં ₹2 કરોડ જમા કરવા આદેશ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment