Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીર જાંગુ T-20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સામેલ:ભારત સામે પ્રથમ T-20 આવતીકાલે, જ્વેલ એન્ડ્રૂની આંગળીમાં ઈજા બાદ ટીમમાં સામેલ

    2 days ago

    વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની આગામી T-20 સિરીઝ માટે વિકેટકીપર-બેટર અમીર જાંગુને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેમને જ્વેલ એન્ડ્ર્યુના બેકઅપ તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. શનિવારે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ત્રીજી વનડે મેચ દરમિયાન કેચ પકડતી વખતે એન્ડ્ર્યુની આંગળીમાં ઈજા થઈ હતી. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું કે એન્ડ્ર્યુની ઈજા પર મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે અને બેટરના બેકઅપ તરીકે અમીર જાંગુને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 મેચોની T-20 સિરીઝની પ્રથમ મેચ મંગળવારે લખનૌમાં રમાશે. ત્રીજી વનડેની 36મી ઓવરમાં થઈ ઈજા શનિવારે ભારત સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની 36મી ઓવરના અંતિમ બોલ પર જ્વેલ એન્ડ્ર્યુને ઈજા થઈ. ભારતીય બેટર નમન ધીરે ડાબોડી સ્પિનર ગુડાકેશ મોતીના બોલને કવર તરફ હવામાં ફટકાર્યો. એન્ડ્ર્યુએ કેચ પકડી લીધો, પરંતુ બોલ તેમની આંગળી પર જોરથી વાગ્યો. ઈજા થયા બાદ તરત જ એન્ડ્ર્યુને મેદાનની બહાર જવું પડ્યું. ત્યારબાદ તેમને એક્સ-રે માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં મેડિકલ ટીમે તેમની ઈજાની તપાસ કરી. ઈજાના કારણે એન્ડ્ર્યુ ઓપનિંગ કરી શક્યા નહોતા આંગળીની ઈજા એટલી ગંભીર હતી કે વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ દરમિયાન જ્વેલ એન્ડ્ર્યુ મેદાન પર ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરી શક્યા નહોતા. 352 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝની ટીમને પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડ્યો. કેપ્ટન શાઈ હોપ પોતે જૉન કેમ્પબેલની જગ્યાએ ઓપનિંગ કરવા ઉતર્યા હતા. વનડે સિરીઝમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટર 29 વર્ષીય અમીર જાંગુ તાજેતરમાં પૂર્ણ થયેલી વનડે સિરીઝમાં ખૂબ જ શાનદાર ફોર્મમાં રહ્યા છે. ત્રણ મેચોની વનડે સિરીઝમાં જાંગુએ અણનમ 58, 114 અને 67 રનની ઇનિંગ્સ રમી હતી. તેઓ 239 રન સાથે સમગ્ર સિરીઝમાં બંને ટીમોને મળીને ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યા. આ સિરીઝમાં માત્ર ભારતના શુભમન ગિલ (334 રન) અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ (278 રન) જ તેમનાથી આગળ હતા. જાંગુને T-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. વેસ્ટ ઇન્ડિઝની T20I ટીમ શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્ર્યૂ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, અકિલ હોસેન, શમાર જોસેફ, ગુડાકેશ મોતી, કીમો પોલ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમસન, રોમારિયો શેફર્ડ, શમાર સ્પ્રિંગર.
    Click here to Read More
    Previous Article
    Tesla Robotaxi Gets Longer Austin Hours as Musk Defends Cameras Against Lidar
    Next Article
    ન્યૂ ચંડીગઢ વનડેમાં સ્લો ઓવર-રેટને લઈને ICCની કાર્યવાહી:ભારત પર 20% અને વેસ્ટ ઇન્ડિઝ પર 10% મેચ ફીનો દંડ; બંને કેપ્ટનોએ ભૂલ સ્વીકારી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment