Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T-20 વર્લ્ડકપ: ભારતની ચોથી વિકેટ પડી:મંધાના, શેફાલી, યસ્તિકા અને જેમિમા આઉટ; સાઉથ આફ્રિકા સામે સ્કોર-87/4

    20 hours ago

    વુમન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. માન્ચેસ્ટરમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે 10 ઓવર પછી 3 વિકેટે 82 રન બનાવ્યા છે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ પિચ પર છે. સ્મૃતિ મંધાનાને 17 રન પર મેરિઝાન કેપે બોલ્ડ કરી. શેફાલી વર્માએ 15 બોલમાં 31 રન બનાવ્યા. તેને શબનીમ ઇસ્માઇલે આઉટ કરી. આયાબોંગા ખાકાએ યસ્તિકા ભાટિયાને 15 રન પર પેવેલિયન ભેગી કરી. ભારત ટુર્નામેન્ટમાં સતત બે મેચ જીતી ચૂક્યું છે. ટીમે પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનને 64 અને બીજી મેચમાં નેધરલેન્ડને 95 રનથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા માટે આ મેચ કરો યા મરો જેવી છે. ટીમે અત્યાર સુધી રમેલી બે મેચમાં એક જીત મેળવી છે. ગયા વર્ષે 2 નવેમ્બરે વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં મુકાબલો થયો હતો. ત્યારે ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને નંદની શર્મા. સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ટ (કેપ્ટન), તેજમિન બિટ્સ, એનેરી ડર્કસેન, ડેન વાન નીકેર્ક, મેરિઝન કેપ, નાદિન ડી ક્લાર્ક, ક્લો ટ્રાયોન (વિકેટકીપર), સિનાલો જાફ્તા, શબનીમ ઇસ્માઇલ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા.
    Click here to Read More
    Previous Article
    Heatwave In India: गर्मी से लोग परेशान, कहीं बाहर घूमने का प्लान तो नहीं बना रहे आप? | Social List
    Next Article
    તમિલનાડુમાં એમોનિયા ગેસથી 2 મહિલાનાં મોત:65થી વધુની હાલત ગંભીર, 9 વેન્ટિલેટર પર; સીફૂડ ફેક્ટરીમાં લીક થયો ઝેરી ગેસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment