Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T-20 વર્લ્ડકપમાં ભારતની પહેલી હાર:સાઉથ આફ્રિકા છ વિકેટે જીત્યું, કેપે 81 રન કર્યા, બોલિંગમાં 2 વિકેટ પણ લીધી; ચરણીની 3 વિકેટ કામ ન આવી

    1 day ago

    વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. માન્ચેસ્ટરમાં સાઉથ આફ્રિકાએ 6 વિકેટે જીત મેળવી. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા અને ટાર્ગેટ હાંસલ કરી લીધો. ભારત તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ 15 બોલમાં 31 રન કર્યા. તેની આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. દીપ્તિ શર્માએ 29 રન કર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાની 200મી ટી-20 મેચમાં 24 રનની ઇનિંગ રમી. સ્મૃતિ મંધાના 17 રન બનાવીને આઉટ થઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી શબનીમ ઇસ્માઇલ અને મારીઝાન કેપે 2-2 વિકેટ લીધી. આયાબોન્ગા ખાકા, નદીન ડી ક્લર્ક અને નોનકુલુલેકો મ્લાબાને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને નંદની શર્મા. સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ટ (કેપ્ટન), તેજમિન બિટ્સ, એનેરી ડર્કસેન, ડેન વાન નીકેર્ક, મેરિઝન કેપ, નાદિન ડી ક્લાર્ક, ક્લો ટ્રાયોન (વિકેટકીપર), સિનાલો જાફ્તા, શબનીમ ઇસ્માઇલ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા.
    Click here to Read More
    Previous Article
    NEET brings applause, hope to Latur, the city scarred by leak controversy
    Next Article
    Marizanne Kapp Powers South Africa To Six-Wicket Victory Over India In Women's T20 World Cup

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment