Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડ મહિલા ટીમે T-20માં ભારતને હરાવ્યું:સીરિઝ 2-1થી જીતી, કેપ્સી-નાઈટ વચ્ચે 137 રનની વિનિંગ પાર્ટનરશીપ

    23 hours ago

    ઇંગ્લેન્ડની મહિલા ટીમે ત્રીજી અને છેલ્લી ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. આ સાથે ઇંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી. 181 રનના લક્ષ્યને ઇંગ્લેન્ડે એલિસ કેપ્સી (82 રન) અને કેપ્ટન હીથર નાઇટ (અણનમ 70 રન)ની ઇનિંગ્સની મદદથી 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. ટી-20 ઇન્ટરનેશનલમાં આ ઇંગ્લેન્ડનો બીજો સૌથી મોટો સફળ રન-ચેઝ છે. 12 જૂનથી બર્મિંગહામમાં શરૂ થનારા મહિલા T-20 વર્લ્ડ કપ પહેલા આ બંને ટીમોનો છેલ્લો ઇન્ટરનેશનલ મેચ હતો. ટોન્ટનમાં ભારતે પહેલા બેટિંગ કરતા કેપ્ટન હરમનપ્રીત કૌરના અણનમ 56 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 38 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી કેપ્સી અને નાઇટે મેચ પલટી દીધી. 38 રન પર 3 વિકેટ પડ્યા પછી કેપ્સી-નાઇટે 137 રન જોડ્યા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી. પ્લેઇંગ-11માં પાછી ફરેલી ઝડપી બોલર ક્રાંતિ ગૌડે ડેની વ્યાટ-હોજને ક્લીન બોલ્ડ કરી. તે પછી સોફિયા ડંકલી (16 રન) અને એમી જોન્સ પણ જલ્દી આઉટ થઈ ગઈ. 38 રન પર 3 વિકેટ પડ્યા પછી એલિસ કેપ્સી અને કેપ્ટન હીથર નાઈટે ઇનિંગ્સ સંભાળી. બંને બેટ્સમેન ફોર્મને લઈને દબાણમાં હતી. કેપ્સીએ 27 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને 43 બોલમાં 82 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં અરુંધતિ રેડ્ડીની એક ઓવરમાં 15 રન અને એન શ્રી ચરણીની ઓવરમાં 4, 6, 6 સામેલ હતા. બીજી તરફ હીથર નાઈટે 42 બોલમાં અણનમ 70 રન બનાવ્યા. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 76 બોલમાં 137 રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઈ. હરમનપ્રીતની ફિફ્ટી, દીપ્તિનો સાથ આ પહેલા ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનરો શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના જલદી આઉટ થઈ ગઈ હતી. જોકે, પાવરપ્લે સુધી ભારતે 2 વિકેટે 57 રન બનાવી લીધા હતા. યાસ્તિકા ભાટિયા (32 રન) અને જેમિમા રોડ્રિગ્સે (29 રન) ઇનિંગ્સ સંભાળી હતી. 7મી ઓવરમાં 60 રન પર 3 વિકેટ પડ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રીઝ પર આવી. તેણે જેમિમા સાથે 40 અને દીપ્તિ શર્મા (32 રન) સાથે 67 રનની પાર્ટનરશીપ કરી. હરમનપ્રીતે 38 બોલમાં ફિફ્ટી પૂરી કરી. આ તેના T20 કરિયરની 17મી અડધી સદી અને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 ફિફ્ટી છે. છેલ્લી ઓવરોમાં દીપ્તિની વિકેટ પડવાથી રન ગતિ ધીમી પડી અને ભારત 180 રન સુધી પહોંચી શક્યું.
    Click here to Read More
    Previous Article
    Indian-origin Sikh man gets life term for killing Southampton student Henry Nowak
    Next Article
    સાઈરાજ બહુતુલે ટીમ ઈન્ડિયાના નવા સ્પિન બોલિંગ કોચ બન્યા:1990 કાર અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા; ફર્સ્ટ ક્લાસમાં 630 વિકેટ લીધી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment