Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત T-20 રેન્કિંગમાં નંબર-1 પર યથાવત:વર્લ્ડકપ જીતવાનો ફાયદો મળ્યો, ઇંગ્લેન્ડ બીજા સ્થાને; ICCએ એન્યુઅલ અપડેટ જાહેર કર્યું

    5 days ago

    સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં આ વર્ષે T-20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચનાર ભારતીય ટીમે ICCની T-20 ટીમ રેન્કિંગમાં પણ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. મંગળવારે ICCએ વાર્ષિક અપડેટ જાહેર કર્યું છે. અપડેશન પછી T-20માં ટીમ ઇન્ડિયા 275 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇંગ્લેન્ડ (262 પોઈન્ટ્સ) બીજા અને ઓસ્ટ્રેલિયા (258 પોઈન્ટ્સ) ત્રીજા સ્થાને છે. ICC T-20 ટીમ રેન્કિંગ છેલ્લા એક વર્ષના ડેટાને 100% વેઇટેજ મળે છે ICC રેન્કિંગમાં ત્રણ વર્ષનો ડેટા હોય છે. છેલ્લા 12 મહિનામાં રમાયેલી મેચોનું વેઇટેજ 100% હોય છે. તેના પહેલાના 2 વર્ષના ડેટાનું વેઇટેજ 50% હોય છે. વર્તમાન રેન્કિંગમાં મે 2023થી એપ્રિલ 2024 અને મે 2024થી એપ્રિલ 2025 સુધી રમાયેલી મેચોને 50-50% આપવામાં આવ્યું છે. જ્યારે, મે 2025 પછીની મેચોનું વેઇટેજ 100% છે. અહીંથી એપ્રિલ 2026 સુધી રમાનારી મેચોને પણ 100% વેઇટેજ મળશે. એટલે કે, જ્યારે આવતા વર્ષે મે મહિનામાં નવું અપડેટ થશે, ત્યારે 2023થી 2024 સુધી રમાયેલી મેચોને રેન્કિંગ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવશે. પછી 2024થી 2025 અને 2025થી 2026 સુધીની મેચોનું વેઇટેજ 50% થઈ જશે અને 1 મે 2026 પછી રમાયેલી મેચોને જ 100% વેઇટેજ મળશે. અપડેશન પછી ટી-20 રેન્કિંગના ટોપ-7 સ્થાનોમાં કોઈ ફેરફાર થયો નથી. શ્રીલંકાને નુકસાન, બાંગ્લાદેશ અને અમેરિકાની લાંબી છલાંગ શ્રીલંકાને 6 રેટિંગ પોઈન્ટનું નુકસાન થયું છે, જેના કારણે તે સરકીને 9મા સ્થાને આવી ગયું છે. આનો ફાયદો બાંગ્લાદેશને મળ્યો છે, જે હવે 8મા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે, અમેરિકામાં ક્રિકેટની ઉભરતી તાકાત 'યુએસએ' (USA) એ 6 પોઈન્ટના ફાયદા સાથે 13મું સ્થાન હાંસલ કર્યું છે. અમેરિકાએ નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ જેવી અનુભવી ટીમોને પાછળ છોડી દીધી છે. ઇટાલીએ ચોંકાવ્યું, 4 ટીમો રેન્કિંગમાંથી બહાર થઈ T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત સામેલ થયેલી ઇટાલીની ટીમે શાનદાર પ્રદર્શનના દમ પર રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. નેપાળને 10 વિકેટે હરાવનાર ઇટાલિયન ટીમ હવે 23મા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, ICC રેન્કિંગમાં સામેલ ટીમોની સંખ્યા 102થી ઘટીને 98 થઈ ગઈ છે. ફિજી, ગામ્બિયા, ગ્રીસ અને ઇઝરાયેલને રેન્કિંગમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે કારણ કે તે છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી 8 T20 મેચ રમી ન હતી. વિમેન્સ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયાની બાદશાહત યથાવત વિમેન્સ T20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે. તાજેતરના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના 287 પોઈન્ટ્સ છે. ઇંગ્લેન્ડ 275 પોઈન્ટ્સ સાથે બીજા અને ભારતીય ટીમ 264 પોઈન્ટ્સ સાથે ત્રીજા નંબર પર છે. રેન્કિંગના ટોપ-16 પોઝિશનમાં કોઈ ફેરફાર થયો નથી.
    Click here to Read More
    Previous Article
    Suvendu Adhikari LIVE : शुभेंदु की बड़ी जीत, ममता को हराकर क्या बोले? Mamata Banerjee
    Next Article
    '10 રૂપિયામાં પૂરેપૂરું બંગાળ ખરીદી લીધું', VIDEO:'50 વર્ષ બાદ મોદી સાહેબનો જાદુ ચાલી ગયો', પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર અમદાવાદીઓએ શું શું કહ્યું?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment