Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SVPમાં સાધનો બારોબાર વેચી નાખવાનો મામલો:કૌભાંડમાં સંડોવાયેલા ડોક્ટરનું પરિણામ રોકવા ગુજ. યુનિને જાણ કરાઈ, રિપોર્ટના આધારે તમામ સામે કાર્યવાહી થશે

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં દર્દીઓ માટે મંગાવવામાં આવતા સર્જીકલ સાધનોને બારોબાર ખાનગી મેડિકલ સ્ટોરમાં વેચી દેવામાં આવતા હોવાનું તંત્રના ધ્યાને આવતા સમગ્ર મામલે તપાસ કમિટીનું ગઠન કરી રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. SVP હોસ્પિટલમાં MD ઓર્થોપેડિકના ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડો. નિખિલ ભુવા દ્વારા સેકન્ડ અને ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું લોગીન આઈડીનો દુરુપયોગ કરી અને સાધનો મંગાવ્યા હતા. આ સમગ્ર મામલે હવે NHL મેડિકલ કોલેજના ડીન દ્વારા ડો. નિખિલ ભુવા સામે રિપોર્ટના આધારે કાર્યવાહી કરશે. મેડિકલ કોલેજના ડીન દ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી તેનું પરીક્ષાનું પરિણામ રોકવા માટે જાણ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણીની રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે NHL મેડિકલ કોલેજના ડીન ડો. ચેરી શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે કમિટીની રચના કરવામાં આવી હતી અને તેમના દ્વારા અમને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જે રિપોર્ટનું હજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો બાકી છે. બીજા વર્ષના એમડી ઓર્થોપેડિક ડોક્ટર નિખિલ ભુવા દ્વારા તેના જુનિયર ડોક્ટરોના લોગીન IDમાંથી લોગીન કરી અને સાધનો મંગાવવામાં આવ્યા હતા જેના માટે હાલમાં તેના પરીક્ષાનું પરિણામ રોકવા માટે ગુજરાત યુનિવર્સિટીને અમે પત્ર લખી દીધો છે. આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરુવે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં આ બાબત બની હતી અને એપ્રિલ મહિનામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી જેનો રિપોર્ટ ડીનને મળી ગયો છે. આ સમગ્ર રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ તેમાં જે પણ જવાબદાર હશે તેની સામે ડીન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 39 લાખના સાધનોની ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લાખો રૂપિયાની ફી ભરી અને ડોક્ટર બનવા જઈ રહેલા યુવાનો હવે ડોક્ટરની ડિગ્રી મેળવતા પહેલા જ લાખો રૂપિયાનું કૌભાંડ કરતા થયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે SVP હોસ્પિટલમાંથી રૂ. 39.78 લાખના સર્જિકલ સાધનોની ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ છે અને આઠ જેટલા રેસિડન્ટ તબીબો તપાસના દાયરામાં આવ્યા છે. હોસ્પિટલની HIS સિસ્ટમમાં સાધનો દર્દીઓને ઇશ્યૂ કર્યા બાદ પરત જમા થયેલા દર્શાવીને વાસ્તવિક જથ્થો બહાર વેચી દેવાની પદ્ધતિ અપનાવવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. એક તબીબે 90 જેટલા સર્જિકલ ડ્રેપ ઇશ્યૂ કર્યાની કબૂલાત કરી હોવાનું રિપોર્ટમાં બાર આવ્યું છે જેના આધારે હવે કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    बिहार में अपराध खात्मे पर सम्राट चौधरी की फिसली जुबान, तेजस्वी ने किया अटैक
    Next Article
    દિવાળી પહેલાં પોલીસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કર્યું:પશ્ચિમ, પૂર્વ અને સિટી ટ્રાફિક પોલીસની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment