Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપાલ યાદવ સલમાન ખાનનો જમણો હાથ બનશે!:કોમેડી કિંગે 'SVC63'નું શૂટિંગ શરૂ કર્યું; ફિલ્મમાં મહત્ત્વનો ભાગ ભજવશે

    1 day ago

    સલમાન ખાન અને સાઉથસ્ટાર નયનતારાની આગામી ફિલ્મ 'SVC63'માં રાજપાલ યાદવની એન્ટ્રી થઈ ગઈ છે. ફિલ્મમાં તે સલમાનના રાઇટ-હેન્ડ મેનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેવો 'બોલિવૂડ હંગામા'ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. હાલમાં એક્ટરે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સપોર્ટિંગ એક્ટરથી વધારે મહત્ત્વનું પાત્ર ભજવશે રિપોર્ટ અનુસાર, રાજપાલ યાદવનું પાત્ર માત્ર સહાયક જ નહીં, પરંતુ વાર્તાના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. નિર્માતાઓનું માનવું છે કે, રાજપાલ આ ભૂમિકા માટે શ્રેષ્ઠ છે અને સલમાન ખાન પણ તેને આ રોલ માટે યોગ્ય પસંદગી માને છે. જોકે, રાજપાલનું શૂટિંગ મે મહિનાથી શરૂ થવાનું હતું, પરંતુ તેણે નિર્ધારિત સમય કરતાં વહેલા જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું. તેના પાત્રમાં કોમિક એંગલ પણ હશે, જે ફિલ્મના ગંભીર એક્શન ટોન વચ્ચે હળવું મનોરંજન ઉમેરશે. સાઉથસ્ટાર નયનતારા સાથે પહેલીવાર કામ કરશે સલમાન આ ફિલ્મથી સલમાન પહેલીવાર સાઉથસ્ટાર નયનતારા, ડિરેક્ટર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મને અસ્થાયી રીતે 'SVC63' નામ આપવામાં આવ્યું છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મ ઈદ 2027 પર રિલીઝ થશે. રાજપાલ યાદવ તાજેતરમાં અક્ષય કુમાર સ્ટાકક અને પ્રિયદર્શનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'ભૂત બંગલા'માં જોવા મળ્યો હતો, જે 17 એપ્રિલ, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. રાજપાલના સમર્થનમાં ઉતર્યો હતો સલમાન નોંધનીય છે કે, તાજેતરમાં એક એવોર્ડ શોમાં રાજપાલ યાદવની મજાક ઉડાવવામાં આવ્યા બાદ સલમાન ખાન તેના સમર્થનમાં ઉતર્યો હતો. ખરેખર, એવોર્ડ સેરેમનીમાં રાજપાલ યાદવે ડોલરના ભાવ વધવા પર વાત કરી હતી, તે સમયે એવોર્ડ હોસ્ટ કરી રહેલા પત્રકાર સૌરભ દ્વિવેદીએ રાજપાલ યાદવના ચેક બાઉન્સ કેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, ડોલરના ભાવ વધે કે ઘટે, તેમને એટલું જ ઉધાર ચૂકવવું પડશે જેટલું લીધું છે. વીડિયો સામે આવ્યા બાદ સલમાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, “રાજપાલ ભાઈ, તમે 30 વર્ષથી કામ કરી રહ્યા છો અને અમે બધાએ તમને વારંવાર રિપીટ કર્યા છે કારણ કે તમે તમારું કામ જાણો છો અને એક વેલ્યુ લાવો છો. હકીકત એ છે કે, કામ તો તમને ઘણું મળશે અને આ જ ડોલર રેટ પર મળતું રહેશે.” નોંધનીય છે કે, આ પહેલાં પણ ચેક બાઉન્સ કેસમાં સરેન્ડર કર્યા બાદ જ્યારે રાજપાલ યાદવ તિહાર જેલમાં બંધ હતો, ત્યારે પણ સલમાન ખાને તેને આર્થિક મદદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાતના લોકો ખરેખર ટીમને પ્રેરણા આપે છે':ભાસ્કરના સવાલ પર સિરાજે કહ્યું- ફેન્સને સલામ; ગ્લેન ફિલિપ્સ બોલ્યો- એથ્લેટિક સ્કિલ્સમાં 'રિએક્શન ટાઇમ' સૌથી મહત્વનો
    Next Article
    ઈરાનને પરમાણુ અપ્રસાર સંધિના ઉપાધ્યક્ષ બનાવવા પર વિવાદ:અમેરિકી અધિકારીઓએ કહ્યું- આ સંગઠનનું અપમાન, ઈરાને કહ્યું- અમેરિકાએ અમને શીખવાડવું નહીં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment