Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમરાન હાશમીના ફિલ્મના સેટ પર SUV પલટી:ક્રેનમાંથી છટકીને વાન સાથે અથડાઈ, ક્રૂ-મેમ્બર્સમાં ભાગદોડ; ચાહકોમાં ચર્ચા- સ્ટન્ટ હતો કે અકસ્માત?

    2 days ago

    ઈમરાન હાશમીની આગામી ફિલ્મ 'ગનમાસ્ટર G9'ના સેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં હવામાં પલટી ખાતી SUV નીચે ઊભેલી વેન પર પડતી જોવા મળી રહી છે. વીડિયોમાં આઉટડોર સેટ પર એક કાર સ્ટંટ જોવા મળી રહ્યો છે. જોકે મેકર્સે હજુ સુધી જણાવ્યું નથી કે આ બધું આયોજનબદ્ધ હતું કે પછી સ્ટંટ દરમિયાન અકસ્માત થયો હતો. અકસ્માતમાં અત્યાર સુધી કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. વીડિયોમાં SUV નીચે પડતાની સાથે જ ક્રૂ મેમ્બર્સ અને આસપાસ હાજર લોકો તેની તરફ દોડતા જોવા મળે છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે ક્રેનના મિકેનિઝમમાં ખામી સર્જાઈ અને હવામાં ફરી રહેલી SUV નીચે પડી, ત્યારે ઈમરાન હાશમી ત્યાં જમીન પર ઊભો હતો. આ ગાડી તેના ચહેરાથી માત્ર થોડા ઇંચના અંતરે આવીને નીચે ઊભેલી વેન સાથે અથડાઈ હતી. જોકે, વીડિયોમાં ઈમરાન હાશમી સ્પષ્ટ દેખાતો નથી. ન તો સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ શકી છે કે તે ત્યાં હાજર હતો. ઉલ્લેખનીય છે કે ઇમરાન હાશ્મી હાલ 'ગનમાસ્ટર G9'નું શૂટિંગ કરી રહ્યો છે. સેટ પરથી સામે આવેલા આ વીડિયોમાં રસ્તા પર સ્ટંટની તૈયારી જોવા મળી રહી છે. વીડિયોમાં એક SUVને મોટા કન્સ્ટ્રક્શન ક્રેન સર્વિસ વાહનથી હવામાં લટકાવવામાં આવી છે. પાકા રસ્તા પર ક્રૂ મેમ્બર્સ અને અન્ય લોકો આ સેટઅપને જોઈ રહ્યા છે. ત્યારબાદ કાઉન્ટડાઉન શરૂ થાય છે. કાઉન્ટડાઉન પૂરું થતાં જ ક્રેનની કેબલથી SUV અચાનક ઝટકા સાથે હવામાં પલટી જાય છે. SUV નીચેની તરફ ફરતી-ફરતી પડે છે અને ત્યાં ઊભેલી કાળી વાનની છત સાથે જોરદાર ટક્કર થાય છે. ત્યારબાદ અન્ય પ્રોડક્શન વાહનો અને ક્રૂ મેમ્બર્સ કાર તરફ દોડીને આવે છે. ફિલ્મમાં આ કલાકારો છે ફિલ્મ 'ગનમાસ્ટર G9'માં ઇમરાન હાશ્મી ઈશ્વરનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં જેનેલિયા ડિસોઝા આરતી અને અપારશક્તિ ખુરાના દેશુની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ફરીમ મોમિન અને જુનૈદ વાસીએ લખી છે. આદિત્ય દત્ત તેના ડિરેક્ટર છે. 'ગનમાસ્ટર G9'માં ઇમરાન હાશ્મી અને હિમેશ રેશમિયા ફરી સાથે આવ્યા છે. ફિલ્મની વાર્તા એક એવા પ્રેમીની છે, જે પોતાની પસંદની મહિલા સાથે રહેવા માટે હદથી આગળનાં પગલાં ભરે છે. આ દરમિયાન તેનો સામનો એક ખતરનાક દુશ્મન સાથે થાય છે. દીપક મુકુટ, હુનર મુકુટ અને સંગીતા અહીર ફિલ્મના નિર્માતા છે. આ તમામ સોહમ રોકસ્ટાર એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનાવી રહ્યા છે. હરિદ્વારમાં 'ગનમાસ્ટર G9'ના શૂટિંગ દરમિયાન વિવાદ થયો હતો હરિદ્વારમાં જૂન 2026માં 'ગનમાસ્ટર G9'ના શૂટિંગ દરમિયાન બાર એન્ડ રેસ્ટોરન્ટના સેટને લઈને વિવાદ થયો હતો. હિંદુવાદી સંગઠનો અને તીર્થ પુરોહિતોએ સેટ પર પહોંચીને બોર્ડનો વિરોધ કર્યો હતો. તેમણે ફિલ્મ યુનિટને પૂછ્યું હતું કે, હરિદ્વારમાં આવું બોર્ડ લગાવવાની મંજૂરી કોણે આપી હતી. વિરોધ વધતાં નિર્માતાઓને બોર્ડ પરથી ‘બાર’ શબ્દ હટાવવો પડ્યો હતો. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં લોકો ફિલ્મ યુનિટ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. બંને કલાકારો તે સમયે ફિલ્મ ‘ગનમાસ્ટર G9’ના શૂટિંગ માટે હરિદ્વાર અને દેહરાદૂનમાં હાજર હતા.
    Click here to Read More
    Previous Article
    Standard Chartered Broadens UAE Crypto Services With Direct Bitcoin and Ethereum Trading
    Next Article
    દિલ્હી મેટ્રો ટ્રેન સેવાઓ પર રોક નથી:DMRCએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું- 303માંથી માત્ર 45 સ્ટેશન પર જ પ્રવેશ-બહાર નીકળવા પર રોક લગાવવામાં આવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment