Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે:STPI પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા કેન્દ્રીય રાજ્યમંત્રીએ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજી

    1 day ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, ભાવનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર ખાતે પ્રસ્તાવિત 'સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' સેન્ટરની પ્રગતિ અંગેની એક સમીક્ષા બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. STP અને ગુજરાતના આઈટી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ ભાવનગર મુલાકાત દરમિયાન આઈટી ક્ષેત્રના વિકાસ માટે ભાવનગરમાં STPI સેન્ટર સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ જાહેરાતને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા STPI માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે. આજની બેઠકમાં STPI અને ગુજરાત સરકારના આઈટી (IT) વિભાગના અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને આગામી કાર્યયોજના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ STPI પાર્ક પ્રોજેક્ટની કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુવાનો માટે રોજગારીની વિશાળ નવી તકો ઉભી થશે આ પ્રસંગે મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, આ STPI સેન્ટર ભાવનગરને ગુજરાતના એક ઉભરતા ટેકનોલોજી અને આઈટી હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક આઈટી ઈકોસિસ્ટમ મજબૂત થશે, નવા સંશોધનો અને સ્ટાર્ટઅપ્સને વેગ મળશે તથા પ્રદેશના સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિશાળ નવી તકો ઉભી થશે. બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીઓ સોનલ ભટાવાડેકર ડાયરેક્ટર STPI-ગાંધીનગર, કમલેશકુમાર પટેલ ડેપ્યુટી ડાયરેક્ટર, ICT અને ઈ-ગવર્નન્સ નિયામકની કચેરી, ગુજરાત સરકાર અને અન્ય અધિકારી હાજર રહ્યા હતા..
    Click here to Read More
    Previous Article
    તહેવારોમાં સતત ત્રીજા દિવસે જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો બંધ:CCTVમાં બે દિવસથી દીપડાની લટાર કેદ, પાંજરા ગોઠવી વન વિભાગનું મોનિટરિંગ
    Next Article
    જેસિકા પેગુલાએ કહ્યું- US ઓપનમાં સખત મુકાબલો:વુમન્સ ટેનિસમાં કોઈ એક ખેલાડીનું પ્રભુત્વ નથી; બીજા રાઉન્ડમાં પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment