Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના STP પ્લાન્ટમાં ઝેરી ગેસથી બેના મોત:એકને બચાવવા જતાં સુપરવાઇઝર સહિત 4 લોકો ટાંકામાં ખાબક્યા, ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીથી લોકોમાં રોષ

    13 hours ago

    અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માં ઝેરી ગેસની ગૂંગળામણથી અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં એચએનબી (HNB) એજન્સી દ્વારા રિપેરિંગ અને વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક ઝેરી ગેસ ગળતર થતાં વેલ્ડિંગ કરી રહેલો યુવક બેભાન થઈને ઊંડા ટાંકામાં ખાબક્યો હતો. તેને બચાવવા માટે સાઇટ ઇન્ચાર્જ, પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાઇવર પણ એક પછી એક અંદર ઉતર્યા હતા, પરંતુ ઝેરી વાયુની તીવ્ર અસરના કારણે ચારેય લોકો ટાંકામાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર હાલતમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફાયરબ્રિગેડે દોરડાં વડે રેસ્ક્યૂ કરી તમામને બહાર કાઢ્યા ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ (FRV) સહિતનો કાફલો તાત્કાલિક સોલા STP પ્લાન્ટ ખાતે દોડી ગયો હતો. ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું હતું કે ફાયર વિભાગને ચાર લોકો બેભાન અવસ્થામાં ટાંકામાં પડ્યા હોવાનો કોલ મળ્યો હતો. ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરીને દોરડાં અને ખાસ રેસ્ક્યૂ સાધનોની મદદથી તાકીદે ટાંકામાં ઉતરી ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જે પૈકી બે વ્યક્તિઓ આંશિક ભાનમાં હતા, જ્યારે બાકીના બે વ્યક્તિઓ સંપૂર્ણપણે બેહોશ અને ગંભીર સ્થિતિમાં હતા. ફાયર સ્ટાફે તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બે યુવકોનાં મોત, બેદરકારી જણાશે તો ગુનો નોંધાશે: સોલા પોલીસ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ભૂકણે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આ કમનસીબ અકસ્માતમાં વેલ્ડિંગનું કામ કરનાર અભિષેક અને તેને બચાવવા માટે ટાંકામાં ઉતરેલા અન્ય એક સાથીદારનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ કોઈ પણ પ્રકારના સેફ્ટી ગિયર્સ કે ગેસ માસ્ક વિના કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને એજન્સી કે કોન્ટ્રાક્ટરની સુરક્ષા નિયમોમાં બેદરકારી જણાશે તો કાયદેસરની ફોજદારી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. મેયર પહોંચ્યા પણ AMCના ઉચ્ચ અધિકારીઓ ગાયબ આ ગંભીર હોનારતની જાણ થતાં જ અમદાવાદના મેયર હિતેશ બારોટ અને સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ તાત્કાલિક ગાંધીનગરથી સોલા પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, આટલી મોટી દુર્ઘટના અને બે નિર્દોષ શ્રમિકોના મોત છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગના ઉચ્ચ બાબુઓની ઘોર ઉપેક્ષા સામે આવી હતી. મેયર ઘટનાસ્થળે પહોંચી ગયા હોવા છતાં સિટી એન્જિનિયર કે એડિશનલ સિટી એન્જિનિયર કક્ષાના કોઈ અધિકારી સમયસર હાજર થયા નહોતા, તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ મોડે સુધી ફરક્યા નહોતા. કોર્પોરેશનના અધિકારીઓની આવી સંવેદનહીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચીન અરુણાચલને ગળી જશે?:ITBP ચીફ વાત વાતમાં સિક્રેટ બોલી ગયા, રાતોરાત વીડિયો ગાયબ, મોદી નકશો જાહેર કરે એવી માગ, સરકારની અગ્નિપરીક્ષા
    Next Article
    શિક્ષણ અધિકારીએ શહેરા-ગોધરાની શાળાઓની મુલાકાત લીધી:પંચમહાલના કિરીટ પટેલે શૈક્ષણિક કામગીરીની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment