Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો ‘અમૃતાયુ આનંદોત્સવ’:અમદાવાદમાં બાળકો માટે હનુમાનજી થીમ કપકેક અને STEM પ્લે વર્કશોપ

    6 hours ago

    છેલ્લા 17 વર્ષથી વિશ્વના વિવિધ દેશો અને શહેરોમાં પીસમેકર મનશ્રી દ્વારા ‘અમૃતાયુ આનંદોત્સવ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. આ શ્રંખલા અંતર્ગત આ વખતે તેની વિશેષ ‘ગુજરાત એડિશન’ માટે અમદાવાદ સ્થિત ‘સનશાઇન લેબ’ (Sunshine Lab) વેન્યુ બન્યું હતું. સનશાઇન લેબ અને સહ-આયોજક (Co-host) રિદ્ધિ પટેલના સક્રિય સાથ-સહકારથી નવરાત્રિ, દુર્ગા પૂજા અને દશેરાના પવિત્ર પર્વના શુભ અવસરે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ છે. આ અનોખા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભારતીય સાંસ્કૃતિક વારસા, નૈતિક મૂલ્યો અને સંસ્કારોથી જોડવાની સાથે આધુનિક શિક્ષણ તથા સામાજિક સમરસતાનો સંદેશ આપવાનો હતો. થલતેજ મથુરાનગરી વિસ્તારના બાળકો અને જાણીતા સામાજિક શિક્ષિકા રુપલ બારોટની ખાસ ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમનો શાનદાર અને ભાવભીનો પ્રારંભ થયો હતો. બાળકો માટે હનુમાનજી થીમ કપકેક વર્કશોપ અને શૌર્યગાથા સત્ર સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી સભર આ સાંજે બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેક વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા હતા. સનશાઇન લેબ કૂકિંગ એકેડેમીના નિષ્ણાત સુષમા લામાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ બાળકોએ હનુમાનજી થીમ પર આધારિત કેસર કપકેક બનાવવાની વર્કશોપમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ બાદ વકીલ અને POCSO એડવોકેટ અનીશા કપૂર દ્વારા માં દુર્ગાની શૌર્યગાથા અને આત્મબળ પ્રેરિત કરતી પ્રેરણાદાયી વાર્તા સત્રનું આયોજન કરાયું હતું, જેણે બાળકોના મનમાં ઉચ્ચ નૈતિક મૂલ્યોનું સિંચન કર્યું હતું. સાયન્સ, પરપોટાનો જાદુઈ શો અને પૌષ્ટિક અલ્પાહાર કાર્યક્રમ દરમિયાન બાળકોના મનોરંજન માટે ‘ઇરિડેસન્ટ બબલ સ્પ્રેક્ટેકલ’ (રંગબેરંગી પરપોટાનો જાદુઈ શો) યોજાયો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ કિલકિલાટ અને આનંદથી ગૂંજી ઉઠ્યું હતું. આ ઉપરાંત બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને તાર્કિક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે ખાસ ‘STEM પ્લે અને એક્સપ્લોરેશન’ પ્રવૃત્તિઓનું પણ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ભાગ લેનાર તમામ બાળકો માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અલ્પાહારની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે અનોખી પહેલ આ કાર્યક્રમના કો-હોસ્ટ રિદ્ધિ પટેલ (સામાજિક ઉદ્યોગસાહસિક અને પેરન્ટિંગ કોચ) આધુનિક STEM શિક્ષણ અને ભારતીય વારસાના સુંદર સમન્વય દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. આ સમગ્ર આયોજનની સુંદર ક્ષણોને શરણ દિલ્હીવાલા અને બિહાગ શ્રીનિવાસ દ્વારા ફોટોગ્રાફીના માધ્યમથી કંડારવામાં આવી હતી. આ પ્રસંગે જોધપુર આર્ટ ગેલેરી (AMC) અને અમિત બારોટ તરફથી મળેલા વિશેષ સહયોગ અને પ્રોત્સાહન બદલ આયોજક મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં ટીબી નાબૂદી માટે 'JOSH' ટીમ લોન્ચ:યુવાનો, અધિકારીઓ અને NCC કેડેટ્સ કરશે જનજાગૃતિ, વહેલું નિદાન અને સારવાર પર ભાર
    Next Article
    राहुल ने बदली रणनीति, राजघाट पहुंचा विपक्ष, अब राष्ट्रपति भवन मार्च की तैयारी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment