Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઘઈ-નવસારી ST બસમાં દારૂ પીધેલું દંપતી ચઢ્યું:કંડક્ટરે અધવચ્ચે ઉતાર્યું, ડ્રાય સ્ટેટના નશાનો જાહેર તમાશો; VIDEO વાયરલ

    11 hours ago

    નવસારીમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે વઘઈ-નવસારી ST બસમાં દારૂ પીધેલી હાલતમાં ચઢેલા દંપતીને કંડક્ટરે અધવચ્ચે જ બસમાંથી નીચે ઉતારી દેતા ખળભળાટ મચ્યો છે. 3 દિવસ પહેલા વઘઈથી વાંસદા તરફ આવી રહેલી બસમાં આ ઘટના ઘટી હતી. એક તરફ કંડક્ટરે મુસાફરોની સુરક્ષા માટે લીધેલા તાત્કાલિક નિર્ણયની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ જાહેરમાં દારૂના નશામાં હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરાતાં વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. કંડક્ટરે નશામાં ધૂત દંપતીને બસમાંથી ઉતાર્યું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, દંપતી બસમાં સવાર થયું ત્યારે જ ફરજ પરના કંડક્ટરને તેઓ દારૂના નશામાં હોવાની જાણ થઈ હતી. દંપતીની આ હાલત જોઈ કંડક્ટર રોષે ભરાયા હતા અને ચાલુ બસે જ હોબાળો મચાવી તેમને નીચે ઉતારી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કાર્યવાહી અને દારૂબંધીના કાયદા સામે પ્રશ્નો જાહેર પરિવહનમાં મુસાફરોની શાંતિ અને સલામતી જાળવવા માટે કંડક્ટરે ભરેલા આ કડક પગલાંની સ્થાનિકો મુક્તપણે પ્રશંસા કરી રહ્યા છે. જોકે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં જાહેરમાં નશાની હાલતમાં રખડતા આ દંપતી વિરુદ્ધ પોલીસ હવે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ, તેને લઈને રહસ્ય અને સવાલો ઘેરાયા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ પ્રવાસે આવેલા સાબરકાંઠાના 37 વિદ્યાર્થીઓની તબિયત લથડી:તાવ-શરદીના લક્ષણો દેખાતા સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરાયા
    Next Article
    જામનગરમાં ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવવાળા બાળદર્દીનું મોત:પોરબંદરનો શંકાસ્પદ દર્દી જી.જી. હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment