Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો:55 ટકાથી વધારી 58 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે; એરિયર્સ પણ મળશે

    4 days ago

    ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ના હજારો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 55 ટકા મુજબ મળતું મોંઘવારી ભથ્થું હવે વધારીને 58 ટકા કરવામાં આવ્યું છે. DAમાં 3 ટકાનો વધારો આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્ર કર્મચારીઓને મળશે. માત્ર વધારેલું મોંઘવારી ભથ્થું જ નહીં, પરંતુ વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસટી નિગમ પર અંદાજે રૂ. 24 કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ આવશે, પરંતુ તેના કારણે કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે. એસટીના કર્મચારીઓને રાહત સરકારે જણાવ્યું છે કે આ નિર્ણયના અમલીકરણ માટેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને પ્રાથમિકતા આપતા આ નિર્ણયને એસટી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પુણે મર્ડર- શું હુડીમાં દેખાયેલો વ્યક્તિ ચેતન જ હતો:પોલીસ ચાલવાની રીત તપાસશે, સિયાનો કેસ લડવા પર 2 વકીલોનો દાવો
    Next Article
    નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ રચાયેલી સમિતિઓમાં વિપક્ષને સ્થાન નહીં:સુનિલ લાંજેવારને બાંધકામ અને દિવ્યકાંત પનારા વોટર વર્ક્સ સમિતિના ચેરમેન; 11 સમિતિઓમાં 2 કોંગ્રેસી કોર્પોરેટરને ન સમાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment