Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ, મોરબી, સુ.નગરથી ST બસની 227 ટ્રિપ રદ:હાઈવે પર વરસાદી પાણીના લીધે અમદાવાદ, સંતરામપુર, માંડલ, થરા જતા 10 હજાર મુસાફરોએ ભારે હાલાકી ભોગવી

    12 hours ago

    અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે હાઇવે સહિતના રસ્તાઓ ધોવાઈ ગયા છે જેને પગલે વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની આજે 25 જુલાઈની 227 ટ્રીપ રદ કરવામાં આવેલી છે. જેમાં અમદાવાદ, સંતરામપુર, માંડલ અને થરા સહિતના રૂટનો સમાવેશ થાય છે. એક ટ્રિપમાં મિનિમમ 45 મુસાફરો ગણીએ તો પણ 10 હજારથી વધુ મુસાફરોએ હાલાકી ભોગવી છે. આ સાથે જ ત્રણેય જિલ્લાની દૈનિક આવકમાં આજે રૂ.6,38,596 નું ગાબડું પડ્યું છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, અમદાવાદ તરફ જવા માટે બાવળાનો રસ્તો બંધ છે. જેને કારણે અમદાવાદ જતી ઘણી બસ રદ કરવી પડી છે. જોકે બગોદરા થઈને બસ જાય છે પરંતુ એ રસ્તો ખૂબ જ લાંબો પડી જાય છે. જેને કારણે બસો કેન્સલ કરવી પડી છે. આ ઉપરાંત સંતરામપુર અને માંડલ તેમજ વાયા રાધનપુર થરા જતી બસો પણ રદ કરવી પડી છે. જેને લીધે અને મુસાફરોએ મુશ્કેલી ભોગવી છે. જોકે વરસાદની રહેતાની સાથે બંધ રૂટ ફરી શરૂ થઈ જશે. રાજકોટ એસટી વિભાગની 227 ટ્રિપ રદ થતા આવકમાં પણ મોટું ગાબડું પડ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં રૂ.80,500 ની આવક ગુમાવવી પડી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં રૂ.2.54 લાખ તો મોરબી જિલ્લામાં દૈનિક આવકમાં રૂ.3.03 લાખનો ઘટાડો થયો છે. જોકે વરસાદી પાણી ઉતરી જતા પરિસ્થિતિ સામાન્ય બની જશે અને ત્યારબાદ વાહન વ્યવહાર શરૂ થઈ જતા મુસાફરો એસટી બસમાં જઈ શકશે. રાજકોટ જિલ્લો: રદ કરેલ રૂટ - 5 રદ કરેલ ટ્રીપ - 5 અર્ધ સંચાલિત ટ્રીપ- 00 રદ કિલોમીટર - 2769 ગુમાવેલ આવક - રૂ.80500 મોરબી જિલ્લો: રદ રૂટ - 25 રદ કરેલ ટ્રીપ - 59 અર્ધસંચાલિત ટ્રીપ - 04 રદ કિલોમીટર - 8523 ગુમાવેલ આવક - રૂ.3,03,676 સુરેન્દ્રનગર જિલ્લો: વરસાદના કારણે રદ કરેલ રૂટ - 52 રદ કરેલ ટ્રીપ - 163 અર્ધ સંચાલિત ટ્રીપ - 0 રદ કિલોમીટર - 10450 ગુમાવેલ આવક - રૂ.2,54,420
    Click here to Read More
    Previous Article
    સાબરમતી નદીમાં નવા નીરની આવક વધતાં તંત્ર એલર્ટ:સંત સરોવરના 6 દરવાજા ખોલી 740 ક્યુસેક પાણી છોડાયું, 21 ગામોને એલર્ટ જારી
    Next Article
    The Mask director Chuck Russell dies at 74, Jim Carrey remembers his ‘playfulness’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment