Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો બોલો આવી કામગીરી શું કામની?:ST બસ સ્ટેન્ડ અને ટ્રાફિક પોલીસ ચોકી પાસેથી સવારે દબાણો દૂર કર્યા, બપોરે 20થી વધુ લારીઓ લાગી ગઈ

    9 hours ago

    અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા નિવારવા અને માર્ગો ખુલ્લા કરાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત જોવા મળી રહી છે. શહેરના સૌથી વ્યસ્ત અને સતત ધમધમતા ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક સવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગંદકી અને દબાણના નામે લારીઓ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, તંત્રની આ કામગીરી માત્ર દેખાવ પૂરતી સાબિત થઈ હતી, કારણ કે સવારે દબાણો હટાવ્યા બાદ બપોર થતાં જ રોડ પર ફરીથી લારીઓ ઊભી રહી જતાં પરિસ્થિતિ જૈસે થે થઈ ગઈ હતી. કાલુપુર બાદ ગીતામંદિર ખાતે માત્ર 5 લારીઓ જપ્ત કરી સંતોષ માન્યો મધ્ય ઝોનમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર દૈનિક હજારો મુસાફરો અને સેંકડો વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. અહીં રોડ-રસ્તા પર ખડકાઈ ગયેલા લારી-ગલ્લાના કારણે પીક અવર્સમાં ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. કાલુપુર બાદ ગીતામંદિર બસ સ્ટેન્ડની બહાર એસ્ટેટ વિભાગની ટીમે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ વધારે ગંદકી ફેલાવતી હોવાના બહાને માત્ર 5 જેટલી લારીઓ જપ્ત કરીને સંતોષ માની લીધો હતો. પોલીસ ચોકીથી 100 મીટરના અંતરે જ લારીઓ ફરી ગોઠવાઈ ગઈ બપોરે 2:00 વાગ્યા બાદ ગીતામંદિર વિસ્તારમાં સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવતાં ખુલાસો થયો હતો કે ચાર રસ્તા અને બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી તમામ લારીઓ ધમધમવા લાગી હતી. નવાઈની વાત એ છે કે 'કે' ડિવિઝન ટ્રાફિક પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે જ બેરોકટોક લારીઓ ઊભેલી જોવા મળી હતી. સવારે એસ્ટેટ વિભાગની ટીમ દબાણ હટાવે અને બપોર પડતાં જ ફરીથી ગેરકાયદે દબાણો ખડકાઈ જતાં કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને લોકો આ કામગીરીને માત્ર 'નાટક' ગણાવી રહ્યા છે. વિરાટનગરના સુઝલ એસ્ટેટમાં 3 ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર બુલડોઝર ફર્યું બીજી તરફ, શહેરના વિરાટનગર વોર્ડમાં અનધિકૃત બાંધકામો સામે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ટી.પી. સ્કીમ નંબર 10 (રખિયાલ-બાગેફિરદોશ) ના એફ.પી. નંબર 3માં આવેલા સુઝલ એસ્ટેટના શેડ નંબર 7, 8 અને 9ના પ્રથમ માળે કોઈપણ જાતની વહીવટી પરવાનગી વિના 3 યુનિટનું ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ ખડકી દેવાયું હતું. એસ્ટેટ વિભાગની ટીમે બાપુનગર પોલીસ મથકના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને આ ત્રણેય ગેરકાયદે એકમોને તોડી પાડી જમીનદોસ્ત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'મોદીજી તમે મારા પપ્પાના ભગવાન છો':વડોદરામાં PMને નજીકથી જોઈ જૂનાગઢની ગોલ્ડ મેડલિસ્ટ વિશ્વાની આંખો છલકાઈ, ભાસ્કરને કહ્યું-હું અત્યંત લાગણીવશ થઈ ગઈ
    Next Article
    સગીરાનું મોત થયું તે પહેલા સાવકા બાપે દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ:સુરતમાં 2 વર્ષ પહેલા થયેલા કુદરતી મોતના કેસમાં નવો વળાંક, DNA રિપોર્ટથી આરોપીનો ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment