Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંઢીયા પૂલ ખુલ્લો મૂકાતા ST બસનું ભાડું ઘટ્યું:રાજકોટથી મોરબીના રૂ.14 અને જામનગરના રૂ.16 સુધીનો ઘટાડો, 4 કિ.મી.નું ડાયવર્ઝન બંધ થતા લોકોને રાહત

    3 days ago

    રાજકોટના જામનગર રોડને જોડતા સાંઢીયા બ્રિજનું નિર્માણ થઈ જતા વાહન ચાલકોને તો રાહત થઈ જ છે, પરંતુ તેની સાથે મોરબી અને જામનગરની ST બસના ભાડામાં ઘટાડો થતાં મુસાફરોને ફાયદો થયો છે. રાજકોટથી મોરબી જતી લોકલથી વોલ્વો સુધીની બસનું ભાડું રૂ.3થી રૂ.14 સુધી ઘટ્યું છે, જ્યારે રાજકોટથી જામનગર જતી એસટી બસના ભાડામાં રૂ.3 થી રૂ.16 નો ઘટાડો થયો હોવાનું એસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બ્રિજ બંધ હતો ત્યારે એસટી બસને 4 કિલોમીટર ફરવું પડતું હતું રાજકોટ - જામનગર રોડને જોડતા સાંઢીયા પુલનું રૂ.74.32 કરોડના ખર્ચે નવીનીકરણ કરવા માટે ગત તા.7 માર્ચ,2024ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મે, 2024થી આ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે 13 જૂન,2026 એટલે કે 2 વર્ષ બાદ આ બ્રિજનું નિર્માણ થઈ જતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. બ્રિજ બંધ હતો ત્યારે એસટી બસને 4 કિલોમીટર ફરીને અવરજવર કરવી પડતી હતી. જેને કારણે રાજકોટથી મોરબી અને જામનગર જતી લોકલથી લઈ વોલ્વો બસના ભાડામાં રૂ.3 થી રૂ.16 નો વધારો થયો હતો પરંતુ હવે બ્રિજ ખૂલ્લો મુકાઈ જતા એસટી બસ ત્યાંથી આવી શકે છે અને તેથી મુસાફરોને ભાડામાં રાહત થઈ છે. રૂ.16 સુધીનો ઘટાડો કરવા એસટી વિભાગનો નિર્ણય રાજકોટ એસટીના વિભાગીય નિયામક એમ.પી.રાજે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા સાંઢીયા બ્રિજનું કામ પૂર્ણ થતા એસટી બસના ભાડામાં ઘટાડો થયો છે. જેમાં રાજકોટથી મોરબી તરફની લોકલ અને એક્સપ્રેસ બસમાં રૂ.3, લકઝરી/સ્લીપરમાં રૂ.4, ગુર્જરનગરીમાં રૂ.5 અને વોલ્વો બસમાં રૂ.14 નો ઘટાડો થયો છે. આ જ રીતે જામનગર તરફ જતી બસમાં લોકલમાં રૂ.3, ગુર્જરનગરીમાં રૂ.4, લકઝરી/સ્લીપરમાં રૂ.5, એક્સપ્રેસમાં રૂ.6 અને વોલ્વોમાં રૂ.16 નો ઘટાડો થયો છે. આ પણ વાંચો સાંઢિયા પૂલ ખુલ્લો મૂકાયો, દરરોજ 1 લાખ વાહનચાલકોનો સમય-ઈંધણ બચશે રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની રાહ જોતા હતા તે નવનિર્મિત ફોરલેન સાંઢીયા પૂલનું 13 જૂનને શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ રૂ. 74.32 કરોડનાં ખર્ચે બનેલા આ બ્રિજને ખુલ્લો મુક્યા બાદ હર્ષ સંઘવીએ મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પણ સમયે ટ્રાફિક પોલીસે જનતાને પૂલના છેડે રોકી રાખવામાં આવી હતી. હર્ષ સંઘવી પૂલની વિઝિટ કરતા હોવાથી ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. જોકે આ દૃશ્યો જોઈને નાયબ મુખ્યમંત્રીએ ટ્રાફિક પોલીસને તાત્કાલિક ટ્રાફિક ખોલી નાખવા સૂચના આપી હતી. નવા ફોરલેન બ્રિજનું લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન ડેલ્ટા હંટ: વિખેરાશે પરિવાર:સિંહનો યુવક પર હુમલો, આખું શરીર ખાઇ ગયો, વરસાદ લંબાતા તાત ચિંતામાં
    Next Article
    Explosive Drones, Snipers: FBI Says It Foiled Plot Targeting Trump UFC Event

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment