Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જે.બી. શાહ સ્કૂલનું SSC બોર્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન:98.51% પરિણામ સાથે ત્રણ વિદ્યાર્થીઓ ટોપ થ્રીમાં

    3 days ago

    અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10 SSC બોર્ડ પરીક્ષાના પરિણામમાં કુલ 88.88 ટકા પરિણામ નોંધાયું છે. આ પરિણામોમાં મોડાસાની જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે 98.51 ટકા પરિણામ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓમાં સાચી આર. અરોરાએ 94.50 ટકા ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રિયમ વી. પટેલે 93.16 ટકા સાથે દ્વિતીય અને હેવીશા વી. પંચાલે 92.50 ટકા સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. પરિણામ જાહેર થતાં જ સફળ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે શાળાએ પહોંચ્યા હતા. આચાર્ય દીપકભાઈ પટેલ, શિક્ષકગણ અને વાલીઓએ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમની સફળતાનો શ્રેય શિક્ષકોના માર્ગદર્શન અને માતાપિતાના સહકારને આપ્યો હતો. મોડાસાની જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આ ઉચ્ચ પરિણામ બદલ મ.લા. ગાંધી કોલેજ કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, મંત્રી રાકેશભાઈ સી. મહેતા અને મંડળના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકગણને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. વાલીઓએ આશા વ્યક્ત કરી હતી કે શાળાનું આ પ્રેરણાદાયક પરિણામ આગામી વર્ષોમાં પણ જળવાઈ રહેશે. તેમણે વિદ્યાર્થીઓની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બને અને શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં વિજયના શપથ ટળી શકે છે:સરકાર બનાવવા 118 ધારાસભ્યો જરૂરી, TVK પાસે 113; બંગાળમાં 9 મેના રોજ ભાજપ સરકારના શપથ
    Next Article
    ધોરણ-10ના પરિણામમાં નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ:90.85% પરિણામ સાથે રેકોર્ડ, 41 શાળાઓનું 100% પરિણામ; જિલ્લા શિક્ષણાધિકારીને સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment