Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે ઘર તોડ્યું, દીકરીએ તંબુમાં રહી SSCમાં 94 ટકા:વિપરીત સંજોગો હોવા છતા અમદાવાદની વિદ્યાર્થિનીએ હિંમત ન હારી, હવે UPSC પાસ કરવાનો ગોલ

    13 hours ago

    અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ જિંદગીમાં અનેક મુશ્કેલીઓ હોવા છતા નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ 2025માં વસ્ત્રાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીના બનાવ બાદ સરકારે આરોપીના ઘર તોડી નાખ્યા હતા. જેમાં અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ યાદવના ઘરનું પણ ડીમોલીશન કરાયું હતું. જેના કારણે ધોરણ 10માં અભ્યાસ કરતી અલ્કેશની બહેન શ્વેતાની મુશ્કેલી વધી ગઈ હતી. પરંતુ, શ્વેતાએ હિંમત હારી નહીં અને તંબુમાં રહીને મહેનત કરી. બુધવારે જ્યારે SSCનું રિઝલ્ટ જાહેર થયું ત્યારે શ્વેતા અને તેના પરિવારજનોનો ખુશીઓનો પાર નહોતો. કારણ કે, વિપરીત સંજોગોમાં પણ શ્વેતાએ A1 ગ્રેડ સાથે 94 ટકા ટકા મેળવ્યા છે. શ્વેતાનું હવે UPSC પાસ કરવાનું સપનું છે. ભાઈ સામે ગુનો નોંધાયા બાદ સરકારે મકાનનું ડિમોલીશન કરતા આફત આવી માર્ચ, 2025માં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બે ગેંગની બબાલમાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયારો લઈ તોડફોડ અને મારામારી કરી હતી. જેનો વીડિયો વાઈરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને વીડિયોમાં દેખાતા શખસો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ કરાયા બાદ તેના ઘરનું ડિમોલીશન કરાયું હતું. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો અલ્કેશ યાદવ પણ આ ગુનાનો આરોપી હતો. જેથી પોલીસે અલકેશ જે ઘરમાં રહેતો હતો તે ઘર તોડાવ્યું હતું.આ ઘર તૂટતા અલ્કેશના પરિવારની છત જતી રહી હતી.અલ્કેશની બે બહેનો જે અભ્યાસ કરતી હતી તેમને મોટી સમસ્યા ઉભી થઈ હતી. જેમાં મોટી બહેન એકતા યાદવ જે TATની પરીક્ષાની તૈયારી કરતી હતી તેના સપના પણ પાણી ફરી વળ્યું. જ્યારે નાની બહેન શ્વેતા યાદવ ધોરણ 10માં અભ્યાસ કરતી હતી તેના પર પણ આફત આવી ગઈ હતી. છત છિનવાઈ ગઈ છતા બંને બહેનોએ હિંમત ન હારી બંને બહેનોનો અભ્યાસ ચાલતો હતો.આ દરમિયાન જ છત છિનવાઈ ગઈ તો બંને માટે પ્રશ્ન હતો કે અભ્યાસ કેવી રીતે કરશે.છતાં બંને બહેનોએ હાર માની ન્હોતી.માથેથી છત જતી રહી પરંતુ કોઈ સામાજિક કાર્યકરે તેમને રહેવા માટે પોર્ટેબલ ટેન્ટ આપ્યું હતું.એપ્રિલ 2025થી સમગ્ર પરિવાર માટે ટેન્ટ જ હવે તેમનું નવું ઘર હતું.પોતાના તૂટેલા ઘરની બહાર જ પરિવાર ટેન્ટ બાંધીને રહેવા લાગ્યો હતો. દિવસે ટેન્ટમાં અને રાત્રે સ્ટ્રીટ લાઈટના અંજવાળે અભ્યાસ કર્યો નાની બહેન શ્વેતા યાદવ ધોરણ 10માં હતી જેથી કરી તેની કાળજી રાખીને પરિવારે તેને પ્રાથમિકતા આપી હતી.શ્વેતા દિવસ દરમિયાન તડકો હોય તો ટેન્ટની અંદર બેસીને અભ્યાસ કરતી હતી અને રાતના સમયે શ્વેતા ઘરની બહાર સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને અભ્યાસ કરતી હતી.રાતના સમયે સમગ્ર પરિવાર ટેન્ટમાં જ સૂઈ જતો હતો.સતત એક વર્ષ સુધી પરિવાર આ સ્થિતિમાં જ રહ્યો હતો.તૂટેલા ઘરની બહાર ગરમી,ઠંડી અને વરસાદમાં ટેન્ટ પરિવારે આશ્રય બન્યું હતું. શ્વેતાએ ધોરણ 10ની પરીક્ષા આ ટેન્ટમાં અભ્યાસ કરીને જ આપી હતી.જ્યારે પરિણામ આવ્યું ત્યારે પરિવારમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો કારણકે શ્વેતાએ A 1 ગ્રેડ સાથે 94 ટકા મેળવ્યા હતા. મેં અભ્યાસ પણ કર્યો અને અમારા ઘર માટે લડત પણ કરી- શ્વેતા યાદવ શ્વેતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારું ઘર તૂટી ગયું હતું છતાં મેં હાર માની ન્હોતી.હું અભ્યાસ કરતી હતી. સાથે જ મારા ઘર માટે લડતી હતી.અમારું ઘર તોડી નાખ્યું તેથી અમે હાઈકોર્ટમાં ગયા હતા ત્યાંથી અમને નવું ઘર બનાવી આપવાનો આદેશ કરતા AMCએ નવું ઘર તો બનાવ્યું હતું પરંતુ અમે અનેક ધક્કા ખાધા હતા. હું અભ્યાસ કરતી અને મોટી બહેન સાથે AMCની ઓફિસના ધક્કા પણ ખાતી હતી. અમને ઘર તો મળ્યું પરંતુ હજુ વીજળી મળી નથી.વીજળી માટે હજુ ધક્કા ખાઈએ છીએ.ઘર ન્હોતું ત્યારે ટેન્ટ જ અમારો સહારો બન્યો .એક વર્ષ મેં આ ટેન્ટ અને સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને અભ્યાસ કર્યો જેમાં મને 94 ટકા પરિણામ મળ્યું છે. જો અમારે મુશ્કેલી ન આવી હોતો હું શિક્ષક બની ગઈ હોત- એક્તા યાદવ શ્વેતાની મોટી બહેન એકતા યાદવે જણાવ્યું હતું કે, વસ્ત્રાલના કાંડમાં મારો ભાઈ નિર્દોષ હતો છતાં મારા ભાઈને અજાણ્યા ઇસમોમાં ગણીને ધરપકડ કરવામાં આવી હતી.મારા ભાઈને આરોપી સમજીને અમારું ઘર પણ તોડી નાખવામાં આવ્યું હતું. પરંતુ અમે હાઈકોર્ટમાં કેસ લડ્યા જેમાં અમને નવું ઘર બનાવી આપવાનો ઓર્ડર આવ્યો હતો.હમણાં જ અમને ઘર તો બનાવી આપ્યું પરંતુ હજુ વીજળી આપી નથી.મારી બહેનને ખૂબ મહેનત કરીને 94 ટકા મેળવ્યા છે. હું પણ TATની પરીક્ષા આપતી હતી. જેમાં મારે 80 માર્ક્સ આવ્યા હતા પરંતુ મેરિટ 90 માર્કસે અટક્યું હતું.જો મારું ઘર હોત અને તકલીફ ન પડી હોત તો TATની પરીક્ષા પાસ કરીને હું શિક્ષક બની ગઈ હોત.હું મારી બહેનને પણ UPSC પાસ કરાવવા માંગુ છું જેથી હવે તે માટે મહેનત કરીએ છીએ. બંને દીકરીઓએ અભ્યાસની સાથે સાથે નાનું મોટું કામ પણ કર્યું મકાન તૂટ્યા બાદ પરિવારની આર્થિક સ્થિતિ પર અસર પડી હતી.પરિવારનો દીકરો જેલમાં હતો જેથી ઘરમાં કમાનાર પિતા સિવાય માતાએ પણ છૂટક કામ કરવાની ફરજ પડી હતી એટલું જ નહીં બંને દીકરીઓ પણ આર્થિક ટેકો કરવા નાની દીકરીએ પૂજાપાની દુકાનમાં નોકરી શરૂ કરી હતી જ્યારે મોટી દીકરીએ નાનું મોટું મળતું કામ કરવાનું શરૂ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    'સમ્રાટ'ના દરબારમાં 32 રત્નો:બિહારના મંત્રીમંડળમાં નીતિશના દીકરાને સ્થાન; પૂર્વ CMએ મોદીના ખભે હાથ મૂકી દીધો
    Next Article
    આજે 11 જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદની આગાહી:રાજકોટ 42.9°C સાથે દેશનું સૌથી ગરમ શહેર; 9થી 12 મે સુધી યલો એલર્ટ જારી, બે દિવસ ભયાનક તાપ પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment