Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલનું SSCમાં 100% પરિણામ:વિદ્યાર્થીઓએ દસ્ક્રોઈ તાલુકામાં શાળાનું ગૌરવ વધાર્યું

    11 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે. આ પરિણામમાં, વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલે 100% પરિણામ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળામાં સાંકોડિયા નિકિતાએ 95.80 પર્સન્ટાઇલ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દ્વિતીય ક્રમે ધરજીયા સુનિલ અને પંચાલ આયશાએ 95.74 પર્સન્ટાઇલ મેળવી સફળતા હાંસલ કરી છે. જ્યારે મેનિયા કાર્તિકે 94.93 પર્સન્ટાઇલ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે. તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલે HSC અને SSC બંનેમાં 100% પરિણામ મેળવી સમગ્ર દસ્ક્રોઈ તાલુકામાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ વિસલપુર કેળવણી મંડળના પ્રમુખ શ્રી ધીરેશભાઈ શાહ અને તમામ ટ્રસ્ટીઓએ શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢનું ધોરણ 10નું પરિણામ જાહેર::જૂનાગઢ જિલ્લાનું ધોરણ 10નું 83.86 ટકા પરિણામ,જિલ્લાના 14,861 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, સરસ્વતી સ્કૂલના દિયા દોશી અને પટ્ટા મોહમ્મદ રઝાએ A1 ગ્રેડ સાથે મેળવી સિદ્ધિ.
    Next Article
    ઋષિવનમાં 1 લાખ નવા વૃક્ષો ઉછેરવાનું અભિયાન:ગ્રીન બ્રિગેડના જીતુભાઈ પટેલે ઉનાળામાં પડકાર સ્વીકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment