Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપી કલોધિંગ સ્ટોરમાં રમાડવાના બહાને લઇ જઈ હેવાનિયત આચરતો'તો:રાજકોટ SRPમાં ફરજ બજાવતા બે સંતાનના પિતાએ 8 વર્ષની બે બાળકીને બીભત્સ વિડીયો બતાવી અડપલાં કર્યા

    11 hours ago

    રાજકોટના ઘંટેશ્વર SRP ગ્રુપ 13 કેમ્પમાં ફરજ બજાવતા 55 વર્ષીય ASI નરેન્દ્રસિંહ જાડેજાએ બે બાળકીને ન્યૂડ વિડીયો બતાવી તેની સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં આરોપી દ્વારા પોલીસ પરિવારની જ બે 8 વર્ષની બાળકીઓને ક્લોધિંગ સ્ટોરમાં રમાડવાના બહાને લઈ જઈ બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ SRPમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઘંટેશ્વર SRP કેમ્પમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાનું નામ આપ્યું છે. જયારે તેમના વિરુધ્ધ બીજી પોલીસ ફરિયાદ પણ SRPમાં ફરજ બજાવતા પોલીસ પરિવારની 8 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા અંગે નોંધાતા પોક્સો એક્ટ હેઠળ બે ફરિયાદ નોંધી પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી ઘંટેશ્વર SRP કેમ્પના કમાન્ડન્ટને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પરિવારની 7 વર્ષની બાળકી 17 નવેમ્બરે ઘર પાસે રમી રહી હતી દરમિયાન પાડોશમાં રહેતા અને બાળકીનો ઉછેર કરનાર પાલક દાદા તેના ઘરે આવ્યા હતા. ઘર પાસે રસ્તામાં જ આરોપી નરેન્દ્રસિંહ જાડેજાને જોઈ દીકરી અચાનકથી ડઘાઈ ગઈ હતી. બાળકીના વર્તનમાં ફેરફાર જણાતાં પાલક દાદાએ પૂછપરછ કરી હતી. ત્યારે બાળકીએ એક વર્ષ પહેલાં આરોપીએ તેની સાથે આચરેલી હેવાનિયતની વાત કરી હતી. પાલક દાદાએ તાત્કાલિક બાળકીની પોલીસકર્મી માતાને જાણ કરી હતી. આ વાતથી રોષે ભરાયેલી માતા નરાધમ નરેન્દ્રસિંહના ઘરે પહોંચી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ માતા યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. SRP કેમ્પમાં રહેતા અન્ય એક પરિવારની બાળકી સાથે પણ આરોપીએ આ જ પ્રકારના અડપલાં કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં આરોપી નરેન્દ્રસિંહ જાડેજાની દીકરી પોતાના ઘરે જ બાળકોને ટ્યુશન કરાવતી હોવાથી તેની જ એક વિદ્યાર્થીની સાથે આરોપીએ અડપલાં કર્યાનું સામે આવતા બાળકીના પરિવારે પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    Bengal News: PM मोदी को झालमुड़ी खिलाने वाले दुकानदार को मिली जान से मारने की धमकी । Jhalmudi
    Next Article
    Matthew Schaefer Scores First Hat Trick With New York Islanders, Continues To Make NHL History

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment