Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના SRP ગ્રાઉન્ડ પર ક્રિકેટનો રોમાંચ:‘વાલા પ્રેઝન્ટ ટેનિસ ટૂર્નામેન્ટ’ માં માસૂમ-11 ચેમ્પિયન

    9 hours ago

    ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે 'વાલા પ્રેઝન્ટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં માસૂમ-11 ટીમે ચેમ્પિયનશિપ જીતી હતી. ગત મોડી રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં માસૂમ-11 અને યાદગાર-11 ટીમો સામસામે ટકરાઈ હતી. રોમાંચક મુકાબલામાં માસૂમ-11 ટીમે યાદગાર-11 ને 47 રનથી હરાવી ટ્રોફી પોતાના નામે કરી. ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ફેઝાન શેખને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા. તેમનું પ્રદર્શન મેચનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. વિજેતા બનેલી માસૂમ-11 ટીમને ટ્રોફી અને ₹71,000નું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી. જ્યારે રનર-અપ રહેલી યાદગાર-11 ટીમને ટ્રોફી અને ₹31,000નું ઇનામ એનાયત કરાયું. આ ક્રિકેટ ટૂર્નામેન્ટને નિહાળવા માટે ગોધરાના ખેલપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં પ્રેક્ષકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ કોરિડોર: ડિમોલિશન શરૂ, 250 મિલકતો સ્વૈચ્છિક સુપ્રત:પઠાણવાડા, ભોંયવાડા, જુના સોમનાથમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
    Next Article
    Dwarka News | દેવભૂમિ દ્વારકામાં નકલી ડેરી પ્રોડક્ટસ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment