Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણની SRI SAI કંપનીમાં ફર્નેસ બ્લાસ્ટ;5 મજૂરો દાઝ્યા:ઈજાગ્રસ્ત મજૂરોને હરિયા હોસ્પિટલ ખસેડાયા; 2ની હાલત ગંભીર

    7 hours ago

    દમણમાં આવેલી SRI SAI ટ્રેડિંગ કંપનીમાં સાંજના સમયે અચાનક ફર્નેસ બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટના બની ત્યારે કંપનીમાં કામ કરી રહેલા 5 મજૂરો દાઝી જતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શી અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા ઊડવા લાગ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કેમિકલ કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ અને મજૂરો હોસ્પિટલમાં ભરતી ઘટના બની તે સમયે શ્રમિકો કંપનીમાં થિનર અને કેમિકલ સંબંધિત કામગીરી કરી રહ્યા હતા. બ્લાસ્ટ થતાં જ તમામ ઈજાગ્રસ્ત 5 મજૂરોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાંચ પૈકી 2 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમની હાલત ચિંતાજનક છે, જ્યારે અન્ય 3 મજૂરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    CJP Protesters तिरंगा नहीं फहरा पाए? Abhijeet Dipke | Neha Bora
    Next Article
    રાજકોટ લૂંટ-મર્ડર કેસમાં પંચનામા વખતે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું:PSIએ વળતા જવાબમાં પગમાં ગોળી ધરબી દીધી, નોકરીમાંથી હાંકી કાઢતા પૂર્વ કર્મચારીએ રચ્યું'તું ષડ્યંત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment