Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પંચ સામે કોંગ્રેસનું આવેદન અને વિરોધ પ્રદર્શન:SRIમાં ગેરરીતિ અને મતદારોના નામ રદ કરવા મામલે વિરોધ, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ

    13 hours ago

    આજે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફત પાઠવવામાં આવ્યું છે તેમજ ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના નામે લાખો નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કમી કરીને તેમના મતઅધિકારો છીનવી લેવામાં આવ્યા છે. જ્ઞાનેશ કુમાર સામે FIR નોંધી કાર્યવાહીની માંગ આ પ્રક્રિયા ખાસ કરીને કોંગ્રેસ પ્રેરિત લઘુમતી સમાજ, ઓબીસી સમાજ, પછાત વર્ગ તેમજ ગરીબ સમુદાયના લોકોને ટાર્ગેટ કરવા અને સત્તાાસીન ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવાના ઈરાદાથી હાથ ધરવામાં આવી હોવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ આ ગોટાળાના પુરાવાઓ જાહેર કરવામાં આવ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે એફઆઈઆર નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનરે બંધારણની હત્યા કરી આ સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલે જણાવ્યું હતું કે, અમારી સૌની મુખ્ય માંગણી એ છે કે આ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બંધારણની હત્યા કરી છે. એસઆરઆઈની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે અને દેશના મતદારો સાથે ગદ્દારી કરી છે. જેથી એવા જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીને કાયદેસરના પગલાં લેવા જોઈએ. જ્ઞાનેશ કુમાર ભાજપના પક્ષમાં રહીને કામ કરી રહ્યા છે વિપક્ષના નેતા રાહુલજીએ સમગ્ર દેશમાં મુહિમ ચલાવી છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ હોવું જોઈએ, પરંતુ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર ભાજપના પક્ષમાં રહીને કામ કરી રહ્યા છે, જેની સામે અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તેમને તાત્કાલિક પદ પરથી હટાવીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્રમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ જોષી અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત પી. પટેલ દ્વારા સહી કરીને બંધારણ તથા લોકશાહી બચાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું આપે':મહેસાણામાં કોંગ્રેસના ધરણાં-પ્રદર્શન, SIR પ્રક્રિયા અને IT કેન્દ્રીકરણ સામે ગંભીર આરોપો
    Next Article
    SIRના મુદ્દે ભાવનગર કોંગ્રેસ મેદાનમાં:જશોનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસની કાળા વસ્ત્રો પેહરી વિરોધ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, પૂતળું સળગાવવાનો પ્રયાસ, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment