Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SRHની માલિક કાવ્યા મારને સ્ટાફને આપી ‘ગોલ્ડ રિંગ’, Video વાઇરલ:ઇન્ટિમેટ મેરેજ બાદ સ્ટાફ માટે રાખ્યું ખાસ રિસેપ્શન, ઇન્વિટેશન કાર્ડ, ચોકલેટ બોક્સ અને ગિફ્ટ જોઈ બધા આશ્ચર્યચકિત

    7 घंटे पहले

    અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન હાલ સોશિયલ મીડિયાના ટ્રેડિંગ કપલ છે. ગ્રીસમાં ઇન્ટીમેટ વેટિંગ બાદ કપલ 21 નવેમ્બરે ચેન્નઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપી રહ્યા છે. આ ફંક્શનમાં બોલિવૂડ, સાઉથ સિનેમા સિવાય રાજનીતિ અને ખેલ જગતના મોટા ચહેરાઓ સામેલ થશે. સેલેબ્સને પાર્ટી આપ્યા બાદ કપલે 25 નવેમ્બરે સન ગ્રુપના સ્ટાફ માટે રિસેપ્શન રાખ્યું છે. કાવ્યાની સ્ટાફને ગિફ્ટ ઇન્ટરનેટ પર luncheon invitationનો વીડિયો અનેક લોકોએ શેર કર્યો છે. આ ઇન્વિટેશન કાર્ડે કંપનીના સ્ટાફને મોટી સરપ્રાઇઝ આપી. તેમાં ચોકલેટનો એક ડબ્બો, ઇન્વિટેશન કાર્ડ અને સોનાની રિંગ રાખવામાં આવી છે. કાવ્યા મારને જે પ્રકારે પોતાના સ્ટાફને સોનાની રિંગ આપી છે, તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. સ્ટાફ સાથે આ રિસેપ્શન 25 નવેમ્બરે બપોરે 1 વાગ્યે રાખવામાં આવ્યું છે. ઇન્ટરનેટ પર કાવ્યા-અનિરુદ્ધના રિસેપ્શનનું લક્ઝુરિયસ કાર્ડ વાઇરલ થઈ રહ્યું છે. એક વાઇરલ વીડિયોમાં સ્ટાફે ગોલ્ડ રિંગ મળવા પર ખુશી વ્યક્ત કરી છે. કાવ્યાની આ ભેટને કર્મચારીઓએ આશ્ચર્ય કરી દીધા છે. 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્ન થયા હતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની સહમાલિક કાવ્યા મારને 11 નવેમ્બરે ગ્રીસમાં એક ખાનગી ડેસ્ટિનેશન વેડિંગમાં લગ્ન કર્યા છે. નજીકના પરિવારજનો અને પસંદગીના મહેમાનોની હાજરીમાં બંનેએ એકબીજાને વચન આપ્યાં. લગ્નની પ્રથમ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં નવપરિણીત દંપતી એકસરખા આઇવરી પરંપરાગત પોશાકમાં જોવા મળે છે. બંનેએ સુંદર ભરતકામવાળા વસ્ત્રો અને મોતીનાં ઘરેણાં પહેર્યાં હતાં, જ્યારે સફેદ ફૂલોની સજાવટ જોવા મળી હતી. અનિરુદ્ધે કાવ્યા મારન સાથેની લગ્નની પ્રથમ તસવીર શેર કરી ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીર શેર કરતાં અનિરુદ્ધે લખ્યું, ‘My once in a lifetime, for a lifetime’ સાથે હાર્ટ ઇમોજી પણ મૂક્યાં. અહેવાલો અનુસાર, ગ્રીસમાં લગ્ન સમારોહની ઉજવણીની શરૂઆત 10 નવેમ્બરના રોજ સગાઈ સમારોહથી થઈ હતી. આ કાર્યક્રમમાં નજીકના પરિવારજનો અને અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. કાવ્યા-અનિરુધના લગ્ન સમારોહમાં ફિલ્મ અને રાજકીય જગતના મહેમાનોની હાજરી ફિલ્મ અને રાજકીય જગતની અનેક અગ્રણી હસ્તીઓ આ ઉજવણીમાં હાજરી આપશે તેવી અપેક્ષા હતી. અનિરુધના મામા અને સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય મહેમાનોમાં સામેલ હતા. તેમની સાથે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને અન્ય અગ્રણી રાજકીય હસ્તીઓ પણ હાજર રહી હતી. સ્પોર્ટ્સ અને ફિલ્મી દુનિયામાં વધુ એક જોડીની એન્ટ્રી અનિરુદ્ધ રવિચંદર પોતાની ધૂનોથી પહેલેથી જ લાખો દિલો પર રાજ કરે છે, પરંતુ હવે તેમના જીવનમાં પ્રેમની એક નવી ધૂન જોડાઈ ગઈ છે. કાવ્યા મારન સાથેની તેમની આ નવી શરૂઆત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. ફેન્સ આ જોડીને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે અને તેમના જીવનની આ નવી સફર માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કાવ્યા મારનની ઓળખ માત્ર તેમની સુંદરતા અને સ્ટાઇલ પૂરતી મર્યાદિત નથી. તે IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક તરીકે પણ ઘણી ચર્ચામાં રહે છે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેમની હાજરી અને ટીમને ચિયર કરવાની તેમની શૈલી ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બને છે. હવે કાવ્યાના જીવનમાં એક નવો અધ્યાય જોડાયો છે. તેમણે જાણીતા મ્યુઝિક કમ્પોઝર અને સિંગર અનિરુદ્ધ રવિચંદર સાથેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ક્રિકેટ અને સંગીતની દુનિયાના આ બે ચર્ચિત નામોની જોડીને જોઈને ચાહકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    क्या आपको पेशाब में लगातार झाग और बुलबुले दिखाई देते हैं? डॉक्टर से जानिए पेशाब में झाग आना किसी बीमारी का संकेत
    Next Article
    મોદીએ કહ્યું-જે બિહારે દાયકાઓ સુધી મુશ્કેલીઓ સહન કરી:તેને નીતિશના નેતૃત્વમાં સુશાસન મળ્યું; નીતિશ સેતુનું ઉદ્ઘાટન કર્યું, ગમછો લહેરાવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment