Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SRHની માલિક કાવ્યા મારન અને અનિરુદ્ધ લગ્નના બંધનમાં બંધાયા:ગ્રીસમાં સમારોહ યોજાયો, રજનીકાંત અને પૂર્વ CM સ્ટાલિન હાજર રહ્યા; ડ્રીમ વેડિંગની જુઓ તસવીરો

    19 hours ago

    સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની સહમાલિક કાવ્યા મારને 11 નવેમ્બરે ગ્રીસમાં એક ખાનગી ડેસ્ટિનેશન વેડિંગમાં લગ્ન કર્યા છે. નજીકના પરિવારજનો અને પસંદગીના મહેમાનોની હાજરીમાં બંનેએ એકબીજાને વચન આપ્યાં. લગ્નની પ્રથમ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં નવપરિણીત દંપતી એકસરખા આઇવરી પરંપરાગત પોશાકમાં જોવા મળે છે. બંનેએ સુંદર ભરતકામવાળા વસ્ત્રો અને મોતીનાં ઘરેણાં પહેર્યાં હતાં, જ્યારે સફેદ ફૂલોની સજાવટ જોવા મળી હતી. અનિરુદ્ધે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની પહેલી તસવીર પણ શેર કરી અને ખાસ મેસેજ સાથે તેમના લગ્નની પુષ્ટિ કરી. અહેવાલો અનુસાર, આ દંપતી 21 નવેમ્બરે ચેન્નઈમાં ભવ્ય લગ્ન સત્કાર સમારંભ યોજશે. અનિરુદ્ધે કાવ્યા મારન સાથેની લગ્નની પ્રથમ તસવીર શેર કરી ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીર શેર કરતાં અનિરુદ્ધે લખ્યું, ‘My once in a lifetime, for a lifetime’ સાથે હાર્ટ ઇમોજી પણ મૂક્યાં. અહેવાલો અનુસાર, ગ્રીસમાં લગ્ન સમારોહની ઉજવણીની શરૂઆત 10 નવેમ્બરના રોજ સગાઈ સમારોહથી થઈ હતી. આ કાર્યક્રમમાં નજીકના પરિવારજનો અને અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. કાવ્યા-અનિરુધના લગ્ન સમારોહમાં ફિલ્મ અને રાજકીય જગતના મહેમાનોની હાજરી ફિલ્મ અને રાજકીય જગતની અનેક અગ્રણી હસ્તીઓ આ ઉજવણીમાં હાજરી આપશે તેવી અપેક્ષા હતી. અનિરુધના મામા અને સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય મહેમાનોમાં સામેલ હતા. તેમની સાથે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને અન્ય અગ્રણી રાજકીય હસ્તીઓ પણ હાજર રહી હતી. સ્પોર્ટ્સ અને ફિલ્મી દુનિયામાં વધુ એક જોડીની એન્ટ્રી અનિરુદ્ધ રવિચંદર પોતાની ધૂનોથી પહેલેથી જ લાખો દિલો પર રાજ કરે છે, પરંતુ હવે તેમના જીવનમાં પ્રેમની એક નવી ધૂન જોડાઈ ગઈ છે. કાવ્યા મારન સાથેની તેમની આ નવી શરૂઆત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. ફેન્સ આ જોડીને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે અને તેમના જીવનની આ નવી સફર માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કાવ્યા મારનની ઓળખ માત્ર તેમની સુંદરતા અને સ્ટાઇલ પૂરતી મર્યાદિત નથી. તે IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક તરીકે પણ ઘણી ચર્ચામાં રહે છે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેમની હાજરી અને ટીમને ચિયર કરવાની તેમની શૈલી ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બને છે. હવે કાવ્યાના જીવનમાં એક નવો અધ્યાય જોડાયો છે. તેમણે જાણીતા મ્યુઝિક કમ્પોઝર અને સિંગર અનિરુદ્ધ રવિચંદર સાથેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ક્રિકેટ અને સંગીતની દુનિયાના આ બે ચર્ચિત નામોની જોડીને જોઈને ચાહકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અનિરુધ અને કાવ્યા મારનનો સંબંધ અનિરુધ અને કાવ્યાએ મોટાભાગે પોતાના સંબંધને જાહેર ચર્ચાથી દૂર રાખ્યો હતો. 2024માં વિદેશ પ્રવાસો દરમિયાન, જેમાં લાસ વેગાસનો પ્રવાસ પણ સામેલ હતો, બંનેને સાથે જોવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ તેમના ડેટિંગની અફવાઓએ સૌપ્રથમ ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર વારંવાર ચર્ચાઓ થવા છતાં, તે સમયે અનિરુધ કે કાવ્યાએ જાહેરમાં પોતાના સંબંધની પુષ્ટિ કરી નહોતી. જૂન 2025માં અનિરુધે X પર વહેલા લગ્નની અફવાઓને પણ ફગાવી દીધી હતી. અનિરુધ ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય સંગીતકારોમાંના એક છે. વાય ધિસ કોલાવેરી ડી ગીતથી તેમને લોકપ્રિયતા મળી હતી અને જેલર, વિક્રમ, લિયો તથા જવાન જેવી ફિલ્મો માટે તેમણે અનેક હિટ સાઉન્ડટ્રેક આપ્યા છે. 21 નવેમ્બરે ચેન્નઈમાં સમારોહ ગ્રીસમાં તેમના લગ્ન બાદ, પરિવારો 21 નવેમ્બરે ચેન્નઈમાં ભવ્ય સમારોહનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા હોવાનું અહેવાલ છે. --------------------------- આ સમાચાર પણ વાંચો: 25 હજાર કરોડની માલિક છે અનિરુદ્ધની થનારી દુલ્હન:20 હજારની કંકોત્રી છપાઈ, આમંત્રણ કાર્ડ વહેંચાયા; કાવ્યાના હાઇ-પ્રોફાઇલ લગ્ન વિદેશમાં યોજાશે આગામી અઠવાડિયે એક હાઈ-પ્રોફાઇલ લગ્ન થવા જઈ રહ્યા છે. IPLની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની CEO અને સન ગ્રૂપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનના 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્ન થવાના છે. કાવ્યા મારન દેશની સૌથી ચર્ચિત અને બિઝનેસવુમેનમાંની એક છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    Oppo A7 Ultra Will Launch Next Month With 12,000mAh Battery, Tipster Claims
    Next Article
    ન્યૂયોર્કમાં 3 માળની ઈમારત ધરાશાયી, 2નાં મોત:કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં 250 લોકોની ટીમનું બચાવ અભિયાન; બિલ્ડિંગ 96 વર્ષ જૂની હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment