Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષલ પટેલ SRHથી ગુજરાત ટાઇટન્સમાં ટ્રેડ થયો:4 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ ફી પર જોડાયો; 2025માં હૈદરાબાદે 8 કરોડમાં ખરીદ્યો હતો

    एक दिन पहले

    સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ઝડપી બોલર હર્ષલ પટેલ IPL 2027 પહેલાં ગુજરાત ટાઇટન્સ (GT) સાથે જોડાઈ ગયો છે. બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે તેનો ટ્રેડ 4 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ ફી પર થયો છે. હર્ષલને 2025ના મેગા ઓક્શનમાં હૈદરાબાદે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે તે અડધી કિંમતે ગુજરાતની ટીમમાં સામેલ થયો છે. હર્ષલ પાંચમી IPL ફ્રેન્ચાઇઝી તરફથી રમશે, ગુજરાતના પર્સમાંથી 4 કરોડ ઘટશે આ ટ્રેડ બાદ ગુજરાત ટાઇટન્સના ઓક્શન પર્સમાંથી 4 કરોડ રૂપિયા ઓછા થશે. આ ફેરફાર IPL 2027ની રિટેન્શન ડેડલાઇન પહેલાં થયો છે. હર્ષલ માટે ગુજરાત ટાઇટન્સ તેની પાંચમી IPL ફ્રેન્ચાઇઝી હશે. આ પહેલાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), દિલ્હી કેપિટલ્સ (DC), પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે. 2025માં 16 વિકેટ લીધી, 2026માં એક પણ વિકેટ મળી નહીં હર્ષલ પટેલનો હૈદરાબાદ સાથેનો બે સીઝનનો સફર ઠીક-ઠાક રહ્યો. તેણે IPL 2025માં 13 મેચમાં 16 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની ઇકોનોમી 9.80 રહી હતી. જોકે, 2026ની સીઝનમાં તેને વધુ તકો મળી નહીં. તે માત્ર 5 મેચ રમ્યો અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. આ દરમિયાન તેણે પ્રતિ ઓવર 10.82 રન આપ્યા. 2021 અને 2024માં જીતી પર્પલ કેપ હર્ષલ IPLની બે સીઝનમાં હાઇએસ્ટ વિકેટ-ટેકર બોલર રહ્યો છે. તેણે 2021માં RCB માટે 32 વિકેટ લઈને પહેલીવાર પર્પલ કેપ જીતી હતી. ત્યારબાદ 2024માં પંજાબ કિંગ્સ માટે 24 વિકેટ લઈને બીજીવાર આ અવોર્ડ પોતાના નામે કર્યો. હર્ષલે 2012માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તે 124 મેચમાં 151 વિકેટ લઈ ચૂક્યો છે. ગુજરાતના પેસ એટેકને મળશે અનુભવ અમદાવાદમાં જન્મેલા હર્ષલ હવે પોતાના હોમ સ્ટેટની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ માટે રમશે. ટીમના પેસ એટેકમાં પહેલેથી જ મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને જેસન હોલ્ડર જેવા બોલરો છે. હર્ષલના આવવાથી ટીમ પાસે એક અનુભવી ભારતીય ઝડપી બોલરનો વિકલ્પ પણ હશે.
    Click here to Read More
    Previous Article
    iQOO Z12 Lite Chipset, Design and Other Details Appear in Google Play Console Listing
    Next Article
    ફિલિપાઇન્સમાં મોદી અને ટ્રમ્પની મુલાકાત:ક્વાડ નેતાઓની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતીય પીએમની પ્રશંસા કરી, કહ્યું- મોદી શાનદાર નેતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment