Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદને સાત વિકેટે હરાવી કોલકાતાએ જીતની હેટ્રિક લગાવી:રહાણે-રઘુવંશી ગુંદરની જેમ ટકી રહ્યા, SRHના બોલર્સ કંટાળ્યા; ચક્રવર્તી-નારાયણે બોલિંગમાં કમાલ કરી

    22 hours ago

    કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવીને IPL 2026માં પોતાની સતત ત્રીજી જીત નોંધાવી છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી, પરંતુ આખી ટીમ 19 ઓવરમાં 165 રન પર સમેટાઈ ગઈ હતી. અંગકૃષ રઘુવંશીની ફિફટી 166 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા માટે અંગકૃષ રઘુવંશીએ ફિફટી ફટકારી હતી. તેણે 47 બોલમાં 59 રન બનાવ્યા હતા. ઉપરાંત, કેપ્ટન અજિંક્ય રહાણેએ 43 રનનું યોગદાન આપ્યું હતું. રઘુવંશી અને રહાણે વચ્ચે બીજી વિકેટ માટે 84 રનની પાર્ટનરશિપ થઈ હતી. રિંકુ સિંહે 11 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે પેટ કમિન્સ, શિવાંગ કુમાર અને સાકિબ હુસૈનને 1-1 વિકેટ મળી હતી. આ પહેલા, હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે ફિફટી ફટકારી હતી. તેણે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. જ્યારે ઇશાન કિશને 42 રનની મહત્વની ઇનિંગ રમી હતી. હેડ અને ઇશાન વચ્ચે બીજી વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ થઈ હતી. બીજી તરફ, કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણ અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ લીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, આર સ્મરણ, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, ઇશાન મલિંગા, શિવાંગ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: પ્રફુલ હિંગે, હર્ષ દુબે, લિયમ લિવિંગસ્ટન, સાકિબ હુસૈન, ઝીશાન અંસારી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગકૃષ રઘુવંશી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર્સ: ફિન એલન, રમનદીપ સિંહ, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, ટિમ સાયફર્ટ.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Election Results 2026 Live Updates: Will DMK retain power amid Vijay’s TVK entry?
    Next Article
    ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ સેટેલાઇટ 'દ્રષ્ટિ' લોન્ચ:ઓપ્ટિકલ અને રડાર બંનેથી ફોટા લઈ શકે છે, આવું કરનાર દુનિયાનો પહેલો ઉપગ્રહ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment