Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડેલા પ્રકલ્પ પાટે ચઢાવી ઝૂંપડાધારકોને હકનું ઘર આપવાનો પ્રયત્ન:SRA તરફથી પ્રકલ્પ રખડાવનારા 450 બિલ્ડરને હટાવવાની કાર્યવાહી

    16 hours ago

    ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રકલ્પ રખડાવનારા અથવા પ્રકલ્પ મંજૂરીની શરતના સમયગાળામાં કામ પૂરું ન કરનાર બિલ્ડર વિરુદ્ધ એસઆરએની કાર્યવાહી ચાલુ છે. 2024થી અત્યાર સુધી 450 કરતા વધુ પ્રકલ્પમાંથી બિલ્ડરને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. રખડી પડેલા પ્રકલ્પ પૂરા કરીને ઝૂંપડાધારકોને તેમના હકનું ઘર મેળવી આપવા આ કાર્યવાહીને અગ્રતા આપવામાં આવી રહી છે. ફક્ત પ્રસ્તાવ રજૂ કરીને કામ શરૂ ન કરનારા બિલ્ડરોના કારણે પ્રકલ્પ વર્ષો સુધી રખડી પડે છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને તેમના હકના ઘરથી વંચિત રહેવું પડે છે. એસઆરએએ અત્યાર સુધી 2030 સુધી લગભગ 5 લાખ ઘર ઉપલબ્ધ કરી આપવાનો ઉદ્દેશ નિશ્ચિત કર્યો છે. એને પૂરો કરવા રખડી પડેલા પ્રકલ્પો ઝડપી કરવા, બિનકાર્યક્ષમ બિલ્ડર વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવી અને પાત્ર ઝૂંપડાધારકોના સમયસર પુનર્વસનનું કામ પૂરું કરવા પર પ્રાધિકરણનો ભાર છે. 2024-25માં 243 પ્રકલ્પમાં બિલ્ડરો પર કાર્યવાહી કરવામાં આવી હતી. એ પછીના સમયમાં 154 પ્રકલ્પમાં તેમ જ ચાલુ વર્ષમાં અત્યાર સુધી 74 પ્રકલ્પમાં બિલ્ડર હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડર હટાવવા કે એના ઠેકાણે બીજા બિલ્ડરની નિયુક્તી કરવાની કાર્યવાહી મુખ્ય કાર્યકારી અધિકારી તરફથી અથવા સંબંધિત સહકારી હાઉસિંગ સોસાયટીની અરજી અથવા ઠરાવના આધારે કરવામાં આવે છે. હાલના બિલ્ડરને પક્ષ રજૂ કરવાની તક સુનાવણીમાં આપીને હટાવવાની કાર્યવાહી થયા પછી નવા બિલ્ડરની નિયુક્તી સંસ્થાના ઠરાવ દ્વારા થાય છે. ઝૂંપડાધારકોને સમયસર પુનર્વસનનો લાભ મળે એ કાર્યવાહી પાછળનો ઉદ્દેશ છે. મંજૂરીની શરતો અથવા લેટર ઓફ ઈન્ટેન્ટમાં નોંધ કરેલા સમયગાળામાં એસઆરએ યોજના પૂરી ન થાય તો કાર્યવાહી શરૂ થઈ શકે છે એમ એસઆરએના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. મહેન્દ્ર કલ્યાણકરે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડ LCBએ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપ્યો:વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર મુકેશ ધોળીની ધરપકડ
    Next Article
    મહેસાણામાં નેત્રમ શાખાની સરાહનીય કામગીરી:ઓટો રિક્ષામાં ભુલાઈ ગયેલી રૂ. 82,500 મત્તા સાથેની બેગ મૂળ માલિકને પરત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment