Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક સંઘોની રજૂઆત બાદ સરકારનો મોટો નિર્ણય:SQAAF સ્વ-મૂલ્યાંકનની મુદત 8 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

    8 hours ago

    રાજ્યની શાળાઓમાં હાથ ધરાઈ રહેલા SQAAF ગુણાંકન-2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકન માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. GCERT દ્વારા 31 ઓગસ્ટના રોજ પરિપત્ર જાહેર કરીને અગાઉ 31 ઓગસ્ટ, 2026 સુધીની નક્કી કરાયેલી મુદત વધારીને હવે 8 સપ્ટેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે. શિક્ષક સંઘો તેમજ વિવિધ શાળા સંચાલકો દ્વારા સ્વ-મૂલ્યાંકન માટે વધુ સમય આપવા રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈ GCERT દ્વારા સમયમર્યાદા વધારવાનો નિર્ણય લેવાયો છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ગુણાંકન પ્રક્રિયા GCERTના પરિપત્ર મુજબ શૈક્ષણિક વર્ષ 2026-27માં રાજ્યની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓનું તેમજ Foundational, Preparatory, Middle અને Secondary કક્ષાની શાળાઓનું GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલા School Quality Assessment and Assurance Framework (SQAAF) ના આધારે ગુણાંકન કરવાનું છે. આ પ્રક્રિયામાં શાળાઓ દ્વારા પ્રથમ તબક્કે સ્વ-મૂલ્યાંકન કરવામાં આવે છે. અગાઉ 31 ઓગસ્ટ સુધી જ સમય હતો GCERT દ્વારા અગાઉ તા. 17 ઓગસ્ટ, 2026ના પત્ર મારફતે SQAAF ગુણાંકન-2026 માટે સ્વ-મૂલ્યાંકનની કામગીરી 31 ઓગસ્ટ, 2026 સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન વિવિધ શાળા સંચાલકો અને સંબંધિત સંસ્થાઓ તરફથી સ્વ-મૂલ્યાંકન માટેની સમયમર્યાદા વધારવા રજૂઆતો કરવામાં આવી હતી. હવે 8 સપ્ટેમ્બર સુધી કામગીરી પૂર્ણ કરી શકાશે મળેલી રજૂઆતોને ધ્યાને લઈને SQAAF ગુણાંકન-2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકન કરવાની સમયમર્યાદા 8 સપ્ટેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે જે શાળાઓ અગાઉની 31 ઓગસ્ટની સમયમર્યાદામાં સ્વ-મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી શકી નથી, તેમને હવે વધુ 8 દિવસનો સમય મળશે. GCERTએ તમામ સંબંધિત અધિકારીઓ અને શાળા સંચાલકોને આ સુધારેલી સમયમર્યાદા મુજબ કામગીરી પૂર્ણ કરાવવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી હવે 8 સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવાની રહેશે. આ નિર્ણયથી રાજ્યની મોટી સંખ્યામાં શાળાઓને રાહત મળશે, કારણ કે SQAAF અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી માટે અગાઉની સમયમર્યાદા પૂર્ણ થવાના આડે જ મુદત વધારવાની માંગ ઉઠી હતી. શિક્ષક સંઘો અને શાળા સંચાલકોની રજૂઆત બાદ મળેલી આ વધારાની મુદતનો ઉપયોગ કરીને શાળાઓ હવે સ્વ-મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    बिजनौर में कई लड़कों की गाड़ियां सीज, साइलेंसर निकाल कर छोड़ रहे थे पटाखे
    Next Article
    વડોદરામાં 7 વર્ષની બાળકી સાથે અડપલા:પરપ્રાંતીય 25 વર્ષીય વેપારીએ શારીરિક અડપલાં કરીને અશ્લીલ વીડિયો બતાવ્યો, પરિવારની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment