Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP રીંગરોડ નજીક એન્ટ્રી પોઇન્ટ પર ખોટું સાઈનબોર્ડ લગાવાયું:ત્રાગડ-ચાંદખેડા તરફ જનારા લોકો હેરાન થયા; AMC કોન્ટ્રાક્ટરને બોર્ડ બદલવા સૂચના, પેનલ્ટી ફટકારવામાં આવશે

    7 hours ago

    શહેરના અલગ અલગ એન્ટ્રી પોઇન્ટ પર નાગરિકોને વિસ્તારની માહિતી મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઈન બોર્ડ લગાવવામાં આવે છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. સરદાર પટેલ રિંગરોડ પર હોટલ હિલલોક પાસે ચાંદખેડા માનસરોવર તરફ જવાના રોડ પર કોર્પોરેશન દ્વારા ખોટું સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. એસપી રીંગ રોડ તરફથી ત્રાગડ અને ચાંદખેડા તરફ જવાના વિસ્તારને ખોટી તરફ દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે વાહન ચાલકો ખોટી દિશામાં જતા રહે છે અને હેરાન થવું પડ્યું છે. આ બાબત AMC ટ્રાફિક વિભાગના ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને સાઈન બોર્ડ બદલી નાખવા સૂચના આપી છે અને તેને પેનલ્ટી ફટકારવામાં આવશે. કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટીની કાર્યવાહી AMC ટ્રાફિક વિભાગના ઇજનેર હિમાંશુ મહેતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં જે સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું છે તેમાં ખોટી દિશા બતાવવામાં આવી છે. જે ધ્યાન ઉપર આવ્યું હતું, જેથી તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર સ્ટાર મેક્સને જાણ કરવામાં આવી છે અને સાઈન બોર્ડ બદલવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આજે રવિવારે આ સાઇન બોર્ડ બદલી નાખવામાં આવશે. કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસપી રીંગ રોડ અને એસ જી હાઈવે સહિતના વિસ્તારોમાં જ્યાંથી શહેરમાં પ્રવેશ કરવામાં આવે છે એવા રોડ ઉપર સાઈન બોર્ડ લગાવવામાં આવે છે. જેમાં વિસ્તારનું નામ અને તેની દિશા તરફ જવાનું દર્શાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના પણ નામ સાથે વિસ્તાર દર્શાવતું સાઈન બોર્ડ લગાવવામાં આવતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઈન બોર્ડ માટેના કોન્ટ્રાક્ટર સ્ટાર મેક્સ દ્વારા સરદાર પટેલ રિંગરોડ પર ચાંદખેડા હોટલ હિલ્લોક તરફથી ચાંદખેડા માનસરોવર તરફ જવાના રોડ ઉપર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. સાઈન બોર્ડમાં ત્રાગડને ડાબી ને ચાંદખેડાને જમણી તરફ દર્શાવાયું કોન્ટ્રાક્ટર દ્વારા જે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે, તેમાં રિંગ રોડ તરફથી ચાંદખેડા અને ત્રાગડ તરફ જવા માટે જે માહિતી દર્શાવવામાં આવી છે તેમાં ખોટી માહિતી દર્શાવવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. રીંગરોડ તરફથી પ્રવેશ કરતા જો ડાબી તરફ જઈએ તો ચાંદખેડા અને જમણી તરફ જતા હતા આગળ આવે છે પરંતુ સાઈન બોર્ડ ઉપર ત્રાગડને ડાબી તરફ અને ચાંદખેડાને જમણી તરફ દર્શાવી દેવામાં આવ્યું છે. જેના કારણે થઈને વાહનચાલકો અને તકલીફ પડી રહી છે. બહારગામથી આવતા અને ચાંદખેડા જવા માટે જે લોકો બોર્ડ જોઈને જતાં તેઓ ભૂલથી જમણી તરફ જતા રહે છે જેથી ત્રાગડ અને આસપાસના વિસ્તારોમાં ફરવું પડે છે.
    Click here to Read More
    Previous Article
    કાશીમાં મોદી, અરવિંદ ટેક્સટાઇલ મિલનું ઉદ્ઘાટન કર્યું:મહિલાઓ સાથે વાતચીત કરી, યોગી પણ સાથે; એરશો જોવા નમો ઘાટ જઈ રહ્યા છે
    Next Article
    Freida Pinto Praises Indian Cinema For Portraying 'Imperfect' Women And Not Just 'Puritanical' Roles

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment