Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ SP યુવરાજસિંહ જાડેજાએ શસ્ત્ર પૂજન કર્યું:વિજયાદશમીએ અશ્વ પૂજન કરી દિવાળી માટે સુરક્ષાની ખાતરી આપી

    1 day ago

    વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર અને અશ્વ પૂજન કરાયું. વલસાડ SP યુવરાજસિંહ જાડેજાએ પરંપરાગત સાફો પહેરીને આધુનિક શસ્ત્રો, તલવાર અને અશ્વોનું પૂજન કર્યું. તેમણે નાગરિકોને શુભકામનાઓ પાઠવીને જણાવ્યું કે, આ પૂજન પ્રજાના રક્ષણ માટે જરૂરી શક્તિની આરાધના છે. SPએ આગામી દિવાળી તહેવારો માટે સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપી. બજારોમાં મોટી નાણાકીય લેવડ-દેવડને કારણે આંગડિયા પેઢી, જ્વેલર્સ અને નાણાકીય સંસ્થાઓને સીસીટીવી અપડેટ રાખવા સૂચના અપાઈ છે. ભીડવાળા વિસ્તારોમાં પોલીસની ખાનગી અને યુનિફોર્મધારી ટીમો સતત પેટ્રોલિંગ કરશે. અગાઉ ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલા તત્વો પર ટેકનિકલ સર્વેલન્સ દ્વારા નજર રખાઈ રહી છે. દિવાળી વેકેશનમાં બહાર જતા નાગરિકોને પોતાના બંધ મકાનની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા વિનંતી કરાઈ છે. જેથી પોલીસ ચોરી જેવા બનાવો રોકી શકે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી:રામવાડીના દેસાઈ પંચ પાર્ટી પ્લોટમાં મા દુર્ગાની આરાધના કરાઈ
    Next Article
    જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીએ શસ્ત્રપૂજન:SP ડો.રવિ મોહન સૈની સહિત અધિકારીઓએ પરંપરાગત રીતે પૂજા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment