Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમના આહ્વાન બાદ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બન્યું નવું વેડિંગ ડેસ્ટિનેશન:SOUમાં લક્ઝરી હોટલો અને ટેન્ટ સિટીમાં વિશેષ તૈયારીઓ, ગયા વર્ષે 40 લગ્નો થયા હતા; આ વર્ષે વધારાની સંભાવના

    15 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વેડ ઇન ઇન્ડિયા' (ભારતમાં જ લગ્ન કરો) ના આહ્વાન બાદ નર્મદા જિલ્લામાં આવેલું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (SOU) હવે પ્રવાસન ધામની સાથે સાથે ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. આ વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને કેવડિયા સ્થિત ટેન્ટ સિટી અને સ્થાનિક લક્ઝરી હોટલોએ લગ્ન પ્રસંગો માટેની તમામ વિશેષ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગયા વર્ષે 40 લગ્નો થયા , આ વર્ષે નોંધપાત્ર વધારાની સંભાવના આંકડાઓ પર નજર કરીએ તો, ગત વર્ષે નર્મદા જિલ્લામાં ડેસ્ટિનેશન વેડિંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ટેન્ટ સિટી-1 અને ટેન્ટ સિટી-2 માં કુલ 40 જેટલા લગ્નો યોજાયા હતા, જેમાં 9 જેટલા NRI (બિનનિવાસી ભારતીય) યુગલોએ પણ અહીં લગ્ન કરવાનું પસંદ કર્યું હતું. માત્ર ગુજરાત જ નહીં, પણ મુંબઈ, હૈદરાબાદ, રાજસ્થાન, ઇન્દોર, ભોપાલ, ચંડીગઢ અને દિલ્હી જેવા મોટા શહેરોમાંથી લોકો અહીં લગ્ન કરવા આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કરેલા આહ્વાન બાદ આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં થનારા લગ્નોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. SOUમાં 4 સ્થળે 53 લગ્નો થયા, 32 બૂકિંગ, 47 ઈન્ક્વાયરી સ્થાનિક હોટલોમાં પણ ધસારો માત્ર ટેન્ટ સિટી જ નહીં, પરંતુ વિસ્તારની જાણીતી હોટલો જેવી કે રમાડા અને બીઆરજી હોટલમાં પણ ગત વર્ષે 20 થી વધુ લગ્નો સંપન્ન થયા હતા. આ સ્થળની વધતી લોકપ્રિયતા પાછળ પીએમ મોદીનું વિઝન અને અહીંની વૈશ્વિક કક્ષાની સુવિધાઓ જવાબદાર છે. ભારતીય નાણાં ભારતમાં જ રહેશે કોરોના કાળમાં અહીં લગ્નોની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી પણ સક્રિય બની છે. તંત્રનો પ્રયાસ છે કે લોકો લગ્ન માટે વિદેશ જવાને બદલે SOU ને પસંદ કરે, જેથી ભારતીય નાણાં દેશમાં જ રહે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થાય. 3 કરોડથી વધુ પ્રવાસીઓનું આકર્ષણ 2018 માં લોકાર્પણ થયા બાદ અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. અહીં આવતા મહેમાનો માટે એસી બસો, એસ્કેલેટર અને ઈલેક્ટ્રિક કાર્ટ જેવી તમામ આધુનિક સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે, જે તેને વેડિંગ ગેસ્ટ માટે એક આરામદાયક સ્થળ બનાવે છે. આમ, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે જ નહીં, પરંતુ એક ભવ્ય 'વેડિંગ ડેસ્ટિનેશન' તરીકે પણ વિશ્વના નકશા પર ઉભરી આવ્યું છે. ડેસ્ટિનેશન વેડિંગની તમામ જરૂરીયાતો પૂર્ણ કરવા તત્પર : SOU CEO સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના CEO અમિત અરોરાએ કહ્યું કે છેલ્લાં થોડા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અને સાથે હોટેલોમાં ઘણા ડેસ્ટિનેશન વેડિંગ થઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અથોરિટીના પ્રયાસો છે કે અમે લગ્ન કરનાર લોકોને સુવિધાઓ આપી શકીએ. થોડા પબ્લિક એરિયા છે એને પણ લગ્ન માટે આપીએ છીએ. આ સાથે પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે પણ જે પણ જરૂરિયાત છે એને અમે પૂર્ણ કરવા તત્પર છીએ. દર વર્ષે 8થી 10 NRI વેડિંગ થાય છે : ટેન્ટસિટી-2ના મેનેજર નર્મદા ટેન્ટસિટી-2ના મેનેજર જી.એસ.સંધુએ કહ્યું કે વડાપ્રધાન મોદીજીએ એક આહ્વાન કર્યું છે, એક સપનું જોયું છે. તે સપનાને આપણે સાકાર કરી શકીએ છીએ. અને તે સપનાને સાકાર કરવા માટે અમે તમને ગેરંટી આપીએ છીએ કે તમારા ડેસ્ટિનેશન વેડિંગ જેટલા પણ ગુજરાતની અંદર... હમણાં જ તેમણે કહ્યું છે 'વેડ ઇન ઇન્ડિયા, વેડ ઇન ગુજરાત'. તો તમે આમાં અમને સહકાર આપો. અમે તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરીશું. અહીં દર વર્ષે અમે 8 થી 10 ડેસ્ટિનેશન વેડિંગ કરીએ છીએ, જે NRI વેડિંગ હોય છે. જે પણ આપણા મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના NRI લોકો છે, તેઓ અહીં આવીને લગ્ન કરે છે. અહીંના લગ્નનો તેમને એ અનુભવ મળે છે કે આપણી જૂની ભારતીય સંસ્કૃતિ, જે રીતે આપણા લગ્નના રીતિ-રિવાજો હતા, તેને તેઓ અપનાવી શકે છે. તેઓ દરેક વસ્તુનો આનંદ માણી શકે છે, કારણ કે લગ્ન એ બે પરિવારોનું મિલન છે, અને તે આપણી સંપૂર્ણ સંસ્કૃતિ અને સભ્યતા સાથે કરવામાં આવે, તેના માટે ગુજરાતથી સારી કોઈ જગ્યા નથી. અને ગુજરાતમાં પણ જો સૌથી સારી જગ્યા જોવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલના ચરણો પાસે, તેમની પ્રતિમાની નીચે જેટલી પણ હોટેલ્સ બની છે, ટેન્ટ સિટી પણ છે, ત્યાં આવીને તમે ડેસ્ટિનેશન વેડિંગ કરી શકો છો."
    Click here to Read More
    Previous Article
    NEET પેપર લીક મામલે સુરત AAP આક્રમક:'ગુજરાતનું પેપર લીક મોડલ હવે દેશમાં લાગુ થઈ ગયું હોય તેવું લાગે છે'
    Next Article
    એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ:અડાજણમાં હાઈડ્રોલિક વિભાગની બેદરકારી, પાઈપલાઈનમાં ભંગાણથી રોડ પર પાણીની રેલમછેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment