Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્ણેશ મોદીએ SOU ખાતે યોગ દિવસની ઉજવણી કરી:12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે 'યોગા ફોર હેલ્ધી એજિંગ' થીમ પર આયોજન

    2 days ago

    રાજપીપળા: 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU), એકતાનગર ખાતે યોજાયેલા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને યોગાભ્યાસ કર્યો હતો. તેમની સાથે SOUના CEO અમિત અરોરા, CISF અને વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા વિશ્વને અપાયેલી અમૂલ્ય યોગ પરંપરાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ દિવસને વૈશ્વિક માન્યતા મળી છે, જેના પરિણામે આજે વિશ્વના અનેક દેશોમાં યોગ જીવનશૈલીનો અભિન્ન ભાગ બની રહ્યો છે. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 'યોગા ફોર હેલ્ધી એજિંગ' (સ્વસ્થ જીવન માટે યોગ) થીમ હેઠળ કરવામાં આવી હતી. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી ઉંમર સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે યોગના મહત્વને ઉજાગર કરવાનો છે. ઉપાધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, યોગ માત્ર એક કસરત નહીં, પરંતુ જીવન જીવવાની એક વૈજ્ઞાનિક અને સર્વાંગી પદ્ધતિ છે. તે વ્યક્તિને તંદુરસ્ત, સક્રિય અને તણાવમુક્ત જીવન જીવવામાં મદદરૂપ બને છે. તેમણે સૌને યોગને પોતાના જીવનમાં સામેલ કરવા અનુરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આજે NEET રી-એક્ઝામ, લગભગ 23 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે:ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- વિદ્યાર્થીઓ ડર્યા વીના પરીક્ષા આપે; 564 શહેરોમાં 5,440 કેન્દ્રો પર સઘન સુરક્ષા વ્યવસ્થા
    Next Article
    જર્જરિત કસ્ટમ હાઉસ તોડી પડાયું:શ્રમિક દુર્ઘટના બાદ તંત્રએ સુરક્ષિત ડિમોલિશન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment