Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની SOP બનશે:ગોતા વિસ્તારમાં ચાની દુકાનવાળાએ નવો રોડ ખોદીને તોડી નાખતાં AMCએ 1 લાખનો દંડ ફટકાર્યો

    2 days ago

    શહેરના ગોતા વિસ્તારમાં બજરંગ ટી સ્ટોલના માલિક દ્વારા નવો બનાવવામાં આવેલો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, જે બાબત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના ધ્યાને આવી હતી. આ અંગે બજરંગ ટી સ્ટોલના માલિકને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર રોડને મંજૂરી વિના તોડી નાખી અને ગંદકી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરોની સામે પગલાં લેવા માટેની SOP બનાવવા સૂચના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે રીવ્યુ બેઠક લીધી હતી. આ બેઠકમાં હાટકેશ્વર બ્રિજ હવે તૂટવાની અંતિમ સ્થિતિમાં છે ત્યારે હાટકેશ્વર બ્રિજ તોડવામાં કોન્ટ્રાક્ટર દ્વારા બેથી ત્રણ જગ્યાએ પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે ત્યારે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી? તે અંગેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરોની સામે શું પગલાં લેવા તે અંગેની SOP બનાવવા માટેની સૂચના આપી હતી. એક અઠવાડિયામાં રજુ કરવા સૂચના આપી શહેરમાં કેટલાક બગીચાઓની સ્થિતિ બાબતે પણ પ્રશ્ન કર્યો હતો કે, બગીચાઓની ખરાબ સ્થિતિના સમાચાર છપાયા છે તેનું શું સ્ટેટસ છે ત્યારે અધિકારીએ જવાબ આપ્યો હતો કે, આ બગીચાઓ PPP ધોરણે ચલાવવા માટે આપેલા છે. ત્યારે સીધો સવાલ કર્યો હતો કે, કેટલા PPP ધોરણે ચાલી રહ્યા છે. જોકે તેનો જવાબ આપી શક્યા ન હતા. ત્યારે અધિકારીને સ્પષ્ટતા કરી હતી કે, તમારે PPP ધોરણે ચાલતા બગીચાઓની પણ યોગ્ય તપાસ રાખ‌વી જોઇએ. PPP ધોરણે જે પણ બગીચા, હોલ, સ્મશાનો આપેલા છે તેનો રિપોર્ટ એક અઠવાડિયામાં રજુ કરવા સુચના આપી છે. 154 સ્થળે એર ક્વોલીટી સિસ્ટમ લગાવવામાં આવી હોવાનું કમિશનરને જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ:CID ક્રાઈમ દ્વારા ₹123 કરોડના કૌભાંડમાં કાર્યવાહી
    Next Article
    ભરૂચમાં અજાણી માનસિક પીડિત યુવતીને આશ્રય મળ્યો:સખી વન સ્ટોપ સેન્ટરે સુરત રિફર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment