Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મ્યુ. કમિશનરના આદેશ છતાં તંત્રની મિલીભગત?:પાલિકાની મિલકતો પર ગેરકાયદેસર હોર્ડિંગ્સનું સામ્રાજ્ય, આગામી દિવસોમાં નવી SOP તૈયાર કરાશે

    15 hours ago

    સુરત મહાનગરપાલિકા હાલમાં આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે મથામણ કરી રહી છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે, તો બીજી તરફ તંત્રના જ કેટલાક અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિને કારણે શહેરભરમાં પાલિકાની મિલકતો પર ગેરકાયદેસર જાહેરાતોનો રાફડો ફાટ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાલિકાની મિલકતો પર લાગેલા ગેરકાયદેસર બેનરો અને હોર્ડિંગ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તેમ છતાં, નીચલા સ્તરના અધિકારીઓ અને ઝોન કચેરીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પાલિકાની તિજોરીમાં કરોડોની વધારાની આવક થઈ શકે સુરત મનપાનું બજેટ હાલમાં 11 હજાર કરોડ રૂપિયા જેટલું મોટું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં પ્રોજેક્ટ્સ માટે સરકારી ગ્રાન્ટ અને પ્રોપર્ટી ટેક્સ પર નિર્ભર રહેવું પડે છે. જો ગેરકાયદેસર જાહેરાતો પર નિયંત્રણ લાવી તેને કાયદેસર કરવામાં આવે, તો પાલિકાની તિજોરીમાં કરોડો રૂપિયાની વધારાની આવક થઈ શકે તેમ છે. આગામી દિવસોમાં નવી SOP તૈયાર કરાશે કમિશનર નાગરાજન દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટે પહેલીવાર નૉન-ટેક્સ રેવન્યુ સેલની રચના કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈના નેતૃત્વમાં આ સેલ દ્વારા આગામી દિવસોમાં નવી SOP તૈયાર કરવામાં આવશે. શહેરના જાહેર માર્ગો, બ્રિજની નીચેની જગ્યાઓ અને પાલિકાની ખાલી જગ્યાઓ પર ખાનગી કોચિંગ ક્લાસ, શાળાઓ અને અન્ય વ્યવસાયિક એકમો દ્વારા બેફામ રીતે બેનરો લગાવી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ એજન્સીઓ વિરુદ્ધ કોઈ દંડનીય કાર્યવાહી ન કરાતા તેઓ વધુ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. મનપા જાહેરાત અને હોર્ડિંગ્સની આવકમાં ઘણું પાછળ રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગર પાલિકાની સરખામણીએ સુરત મનપા જાહેરાત અને હોર્ડિંગ્સની આવકમાં ઘણું પાછળ છે. સુરતમાં પ્રાઈમ લોકેશન હોવા છતાં યોગ્ય નીતિના અભાવે અથવા તંત્રની શિથિલતાને કારણે રેવન્યુમાં મોટો ફટકો પડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધુરંધર મૂવી બની ‘ધમાલ’:થેયટરના કર્મચારીએ એડલ્ટ મુવી હોવાને કારણે સગીરને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો, શખસે સાથીદારો સાથે મળી માર માર્યો
    Next Article
    World Theatre Day | Inside the master’s classroom: M K Raina to direct his first Gujarati play, Hasmukh Baradi’s Eklun Akash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment