Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉચ્છલમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ ₹34 હજારની દવાઓ જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી શરૂ

    1 day ago

    તાપીના ઉચ્છલ તાલુકાના કુઇદાગામમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. SOG પોલીસે કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા સચિન પાટીલને રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹34,032નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી. શાખાના PI કે.જી. લીંબાચીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, કુઇદાગામમાં સચિનભાઈ નગીનભાઈ પાટીલ નામનો શખ્સ લાયકાત વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. બાતમી મુજબ, સચિન પાટીલ આસપાસના ગામના બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી ગેરકાયદેસર સારવાર કરતો હતો. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો અને સચિન પાટીલને પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી જુદી-જુદી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. જેની કુલ કિંમત ₹34,032 આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના PSI એન.પી. ગરાસીયા, ASI અજયભાઈ દાદાભાઈ, ASI રાજેન્દ્ર યાદવરાવ, HC કમલેશભાઈ કૃષ્ણાભાઈ, HC શરદભાઈ સુરજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામ અને અક્ષયકુમાર કાંતિલાલ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ધારીમાં લગ્ન પ્રસંગે મારામારી, એક વ્યક્તિ ઘાયલ:વરરાજાના ફુલેકા દરમિયાન હુમલો, વીડિયો વાઇરલ, બે સામે પોલીસ ફરિયાદ
    Next Article
    "Love Not A Crime": Kerala Minister Who May Lose Post Over Infidelity Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment