Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મેફેડ્રોન પાવડર સાથે એક ઝડપાયો:SOGએ ₹1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો

    1 day ago

    મોરબી એસ.ઓ.જી. ટીમે નવલખી રોડ વિસ્તારમાં કાર્યવાહી કરીને એક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹1,09,770નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે મયુરભાઈ બાબુભાઈ ગોગરા (રહે. શ્રદ્ધા સોસાયટી, નવલખી રોડ, મોરબી) પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર મેફેડ્રોન પાવડર રાખી ગ્રાહકોને વેચાણ કરે છે. આ બાતમીના આધારે એસઓજી સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના મકાનમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન પાવડર, જેની કિંમત ₹87,720 છે, તે મળી આવ્યો હતો. આ ઉપરાંત, વેચાણમાંથી મળેલા ₹11,550 રોકડા, ₹10,000નો એક મોબાઇલ ફોન અને ₹500નો એક નાનો વજનકાંટો પણ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી મયુરભાઈ ગોગરા વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને કેસની વધુ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર 10 હજાર લોકો, સંસદ માર્ચ થોડીવારમાં:પોલીસની મંજૂરી નથી, 5000 જવાનો તૈનાત; વાંગચુકની ઉપવાસ તોડવા માટે 3 શરત
    Next Article
    Jantar Mantar के बाहर सैकड़ों छात्रों को रोका गया | CJP Protest | Sonam Wangchuk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment