Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી મિઝોરમ નશીલી દવાઓ મોકલવાના મોટા નેટવર્કનો પર્દાફાશ:SOG પોલીસે લાલ દરવાજા GPOમાંથી ₹60 લાખનો નશીલી કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો

    2 days ago

    અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદેસર રીતે મિઝોરમ મોકલવામાં આવતી નશાકારક કફ સીરપના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે બાતમીના આધારે લાલ દરવાજા જી.પી.ઓ. (GPO) ડિલિવરી સેન્ટર પર દરોડો પાડીને કોડીન ફોસ્ફેટ ઘટક ધરાવતી કફ સીરપની 5,050 બોટલો (કુલ 505 કિલો જથ્થો) જપ્ત કરી છે, જેની કુલ કિંમત રૂ. 59.41 લાખ થાય છે. ડ્રગ્સ લાઇસન્સ વિના નશીલી દવાઓ અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતી હતી. 'પ્રમા હેલ્થકેર' એજન્સીએ નશીલી દવાઓનું પાર્સલ મોકલ્યું હતું એસ.ઓ.જી.ને ચોક્કસ બાતમી મળી હતી કે, સરખેજ-સાણંદ રોડ પર આવેલી 'પ્રમા હેલ્થકેર' નામની એજન્સી દ્વારા ગેરકાયદેસર રીતે આ નશીલી દવાઓના પાર્સલ રવાના કરવામાં આવી રહ્યા છે. જેના આધારે જી.પી.ઓ. ખાતે તપાસ કરતા શંકાસ્પદ ટ્રોલીમાંથી કુલ 34 જેટલા પાર્સલ મળી આવ્યા હતા. આ મામલે મિઝોરમના સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટી સાથે ઈ-મેઈલ દ્વારા સત્તાવાર સંપર્ક કરવામાં આવતા ખુલાસો થયો હતો કે ત્યાં 'હર્મોન ફાર્મસી' નામની કોઈ પેઢી અસ્તિત્વમાં જ નથી અને આ ઓર્ડર તદ્દન બોગસ નામે આપવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા પાર્સલ મોકલનાર પ્રમા હેલ્થકેરના સંચાલક તેમજ બોગસ નામથી ઓર્ડર આપનાર મિઝોરમની હર્મોન ફાર્મસીના અજાણ્યા સંચાલક વિરુદ્ધ SOG દ્વારા સત્તાવાર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિકોએ રિક્ષાચાલકને લાફા ઝિંક્યા, VIDEO:મોટા વરાછામાં પૂરઝડપે દોડતી રિક્ષાએ આતંક મચાવ્યો, બોલાચાલી ઉગ્ર બનતાં લોકોના ટોળું વળ્યું
    Next Article
    Rajkot Crime News | જેતપુરની આલ્ફા ઈંગ્લીશ સ્કૂલમાં મારામારી | Jetpur | School | Education News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment