Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો:રાજકોટ ગ્રામ્ય SOGનો ઉપલેટામાં દરોડો, રૂ.8.72 લાખની કિંમતનો 17 કિલો ગાંજો જપ્ત

    16 hours ago

    રાજકોટ ગ્રામ્ય એસઓજી શાખાએ ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં દરોડો પાડી 17 કિલો 342 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી હતી. આરોપીના રહેણાંક મકાનમાંથી રૂ.8.67 લાખનો ગાંજો તથા એક મોબાઇલ મળી કુલ રૂ. 8.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે મળેલી બાતમી મુજબ એસઓજીની ટીમે કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીની ઓળખ સિરાજ હનીફભાઈ વિસર (ઉં. 23), રહે. ચીખલીયા ગામ, ઉપલેટા તરીકે થઈ છે. જ્યારે નવાજ અસરફભાઈ મધરા (ભાયાવદર) અને વસીમ ઇકબાલ રફાઈ (ઉપલેટા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી એસઓજીના પીઆઈ એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે. ઝાલા તથા ટીમે હાથ ધરી હતી. એક વર્ષથી ફરાર સાયબર ઠગ ઝડપાયો રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડે સાયબર ક્રાઇમના અલગ-અલગ બે ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર શક્તિ ઉર્ફે જનવાર ધર્મેન્દ્રસિંહ ધનવાર (કોઠારીયા)ને ઝડપી સાયબર ક્રાઇમ પોલીસને સોંપ્યો છે. સિગારેટ પીવાની ના પાડતા પફની દુકાને હુમલો લોધાવડ ચોક ખાતે હરિયોગી લાઈવ પફમાં સિગારેટ પીવાની ના પાડતા ચાર શખ્સોએ દુકાનદાર અને તેના મિત્ર પર પથ્થર તથા સ્ટીલના ગ્લાસથી હુમલો કર્યો. બંનેને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રીક્ષા પાર્કિંગ મુદ્દે વૃદ્ધ બાપ-દીકરાને જાનથી મારી નાખવાની ધમકી મવડીમાં ભંગારના વેપારી વૃદ્ધ અને તેમના પુત્રને રીક્ષા પાર્કિંગ મુદ્દે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે. 64 વર્ષીય મગન રિબડીયા અને તેના પુત્ર વિપુલને માર મારતા પ્રતીક સોરઠીયા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાહન ધીમું ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો બામણબોર નજીક ગ્રીનપ્લાય કારખાના પાસે વાહન ધીમું ચલાવવા મુદ્દે છ શખ્સોએ કાકા મખાભાઈ અને ભત્રીજા રણજીત સુમરા પર ધોકા અને પાઈપથી હુમલો કર્યો હતો. બંને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે એરપોર્ટ પોલીસે અનિલ રૂખડ, રોહિત ગોદા ગમારા, વિરાજ ગમારા, રોહિત નારણ ગમારા, નિલેશ ગમારા અને અભય ટોળીયા સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધવામા આવ્યો હતો. પગના દુખાવાથી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું કોઠારીયા રોડની રામેશ્વર ગોલ્ડ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય દરજી રજનીકાંત વાઘેલાએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પ્રાથમિક તપાસમાં લાંબા સમયથી પગના દુખાવાથી પીડાતા હોવાનું સામે આવ્યું છે. પૂર્વ માલિકે હુમલાની કોશિશ કરી, મિત્રને માર મારી ધમકી કોઠારીયા વિસ્તારમાં યુવાન સોહિલ ખેબર પર તેના પૂર્વ માલિક અનીશ અને સાગરીતો મુન્નો, બાબલો અને શાહરૂખે હુમલાની કોશિશ કરી હતી અને બાદમાં મિત્રને માર મારી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આજીડેમ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ICC contacts ECB over Ben Stokes retirement video released mid-Test vs NZ
    Next Article
    Monsoon In Bursts: Why Several States Are Flooded In 'Below-Normal' Year

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment