Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ SOG એ ગાંજા સાથે એક શખ્સને પકડ્યો:ટાઢાની વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 730 ગ્રામ ગાંજો મળ્યો

    9 hours ago

    બોટાદ SOG પોલીસે શહેરમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ટાઢાની વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી આશરે 730 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. SOG પોલીસને મળેલી બાતમીના આધારે PI, PSI એ.એમ. રાવલ, ASI જયેશભાઈ ધાધલ, ગાયત્રીબેન જોષી, યુવરાજસિંહ પરમાર સહિતની ટીમે ટાઢાની વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન શૈલેષભાઈ મોહનભાઈ ઉર્ફે મનસુખભાઈ ડોડીયાના રહેણાંક મકાનમાં તપાસ કરતા 730 ગ્રામ સૂકો ભેજયુક્ત ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની બજાર કિંમત આશરે રૂપિયા 36,500 અંદાજવામાં આવી છે. પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી શૈલેષ ડોડીયા ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 37,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં GCAS સહાયતા કેન્દ્ર શરૂ:વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં કર્મચારીઓ મદદ કરશે
    Next Article
    In Keigo Higashino’s latest, a new detective tackles a case with shades of The Devotion of Suspect X

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment