Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરપ્રદેશનો યુવક ગાંજા સાથે ઝડપાયો:​SOGએ રેલવે સ્ટેશન સામેથી 5.9 કિલો ગાંજા સાથે દબોચ્યો, 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નશીલા પદાર્થોનું નેટવર્ક તોડ્યું

    11 hours ago

    જૂનાગઢમાં નશીલા પદાર્થોની બદી ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી મળી હતી કે, મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો અને હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય શિવમ બિન્દ નામનો યુવક ગાંજાનો જથ્થો લઈને રેલવે સ્ટેશન પાસે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે રેલવે સ્ટેશન સામે આવેલા સરદાર પટેલ ગેટ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા શિવમ બિન્દને કોર્ડન કરી ઝડપી લીધો હતો. 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસે રહેલા ગ્રીન કલરના થેલામાંથી 5.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 2.95 લાખ રૂપિયા થાય છે. ગાંજા ઉપરાંત પોલીસે 10,000 રૂપિયાનો મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 3,05,580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જૂનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ નેટવર્કની તપાસ અને પોલીસની અપીલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલો પદાર્થ જૂનાગઢના જમાલવાડી વિસ્તારમાં રહેતા સરફરાજ અબુ કુરેશી નામના શખ્સને પહોંચાડવાનો હતો. આ કેસમાં 'સેફુ' નામના અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ઉત્તર પ્રદેશથી જૂનાગઢ સુધી કેવી રીતે પહોંચ્યો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે. આ ઓપરેશન બાદ પોલીસ દ્વારા યુવાનોને નશાથી દૂર રહી 'ડ્રગ્સ મુક્ત સમાજ' બનાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:કન્યાસી ગામમાં આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું તો પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી
    Next Article
    Ex-India Star Ends Sachin Tendulkar-Vaibhav Sooryavanshi Comparisons: "Nobody Can Compare"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment