Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGએ ગાંજાના જથ્થા સાથે એકની કરી ધરપકડ:બિહારથી ટ્રેનમાં સૂટકેસ ભરી 4.96 લાખનો ગાંજો લાવી રાજકોટના શખ્સને આપે એ પહેલા પોલીસે ઝડપી પાડ્યો

    22 hours ago

    રાજકોટ શહેર SOG દ્વારા જન્માષ્ટમીના દિવસે ગાંજાના જથ્થા સાથે બિહારી શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપી બિહારથી ટ્રેનમાં રાજકોટ આવી સુટકેશ ભરી ગાંજો લાવ્યો હોવાની ચોક્કસ બાતમી આધારે રાજકોટ શહેર SOG દ્વારા રેલવે સ્ટશન ખાતે વોચ ગોઠવી આરોપી સંતોષ કહારને અટકાવી તલાસી લેતા 9.935 કિલો ગાંજા સાથે ઝડપી પાડી કુલ રૂ.5.02 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ અર્થે પ્રદ્યુમનનગર પોલીસને સોંપવામાં આવ્યો છે જે બાદ હવે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી રાજકોટના રીસીવર અંગે વધુ પૂછતાછ હાથ ધરી છે. રાજકોટ શહેર SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બિહારથી એક શખ્સ ટ્રેન મારફત રાજકોટ આવી રહ્યો છે અને તેની પાસે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો છે જેના આધારે ગઈકાલે જન્માષ્ટમીના દિવસે રેલવે સ્ટેશન ખાતે પહોંચી પોલીસે વોચ ગોઠવી આરોપી સંતોષકુમાર કહારને અટકાવી તલાસી લેતા તેની સુટકેશની અંદરથી વનસ્પતિનો જથ્થો મળી આવ્યો હતો જેનું FSL હાજરીમાં પરીક્ષણ કરાવતા ગાંજો હોવાનું સામે આવતા પોલીસે 9.935 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ પ્રદ્યુમનનગર પોલીસમાં ગુનો નોંધી કુલ રૂ.5.02 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપી સંતોષની પુછપરછ કરવામાં આવતા આરોપી પોતે મૂળ બિહારનો હોવાનું અને બિહારથી રાજકોટ ટ્રેન મારફત ગાંજો આપવા આવ્યો હતો જો કે રાજકોટમાં આ જથ્થો કોને આપવાનો તે અંગે પોતાને જાણ ન હોવાનું રટણ કરતા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા અને રીસીવર અંગેની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મણિનગરની ફરકીની લસ્સીમાંથી જીવાત નીકળી:ગ્રાહકે ફરિયાદ કરી તો મેનેજરએ કહ્યું-ભૂલથી આવી હશે, ફૂડ વિભાગની કોઈ કાર્યવાહી નહીં
    Next Article
    હરણીના ભીડભંજન હનુમાન મંદિરે ભક્તોની ભીડ:શ્રાવણ મહિનાના અંતિમ શનિવારે માનવ મહેરામણ, સાંજે લોકમેળા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment