Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી ટપાલ મારફતે ગાંજાનું સ્મગલિંગ:SOG પોલીસે 4.23 કિલો ગાંજો ઝડપ્યો, સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સહિતના આરોપીઓ પકડાયા

    2 days ago

    ​જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે પરંતુ, પોલીસની સતર્કતા સામે ગુનેગારોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. ગઈકાલે જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG ટીમે ઓડીશા રાજ્યમાંથી ટપાલ એટલે કે સરકારી પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને મોટી સફળતા મેળવી હતી. પોલીસે ભવનાથ પોસ્ટ ઓફિસ પાસે સફળ રેઈડ કરીને 2,11,950 રૂપિયાની કિંમતનો ગાંજો, મોપેડ તથા મોબાઈલ મળીને કુલ 2,51,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી રઇશખાન પઠાણ અને સોહીલ શેખ નામના બે શખસોને દબોચી લીધા હતા. આ ઘટનામાં ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. SOG અને સ્થાનિક પોલીસે સંયુક્ત ટીમ બનાવી સાદા કપડામાં વોચ ગોઠવી હતી ​ગઈકાલે બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જૂનાગઢ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસ અને મોડસ ઓપરેન્ડી અંગે ACP રોહિત ડગરે જણાવ્યું હતું કે, SOG બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે કેટલાક વ્યક્તિઓ ડિલિવરી લેવા આવનાર છે, જેમાં નશીલા પદાર્થો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ માહિતીના આધારે SOG અને સ્થાનિક પોલીસે સંયુક્ત ટીમ બનાવી સાદા કપડામાં વોચ ગોઠવી હતી. ત્યાંથી પાર્સલ મેળવવા આવેલા શંકાસ્પદ શખસોને કસ્ટડીમાં લઈ પાર્સલ કબ્જે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તુરંત જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSL ની ટીમને બોલાવીને સ્પોટ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. FSL ટેસ્ટમાં પાર્સલમાં રહેલો જથ્થો પ્રતિબંધિત ગાંજો જ હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે કાયદેસરની FIR નોંધી કાર્યવાહી આગળ ધપાવી હતી. દરોડામાં શંકાસ્પદના ઘરેથી 6 મોબાઈલ ફોન પણ મળી આવ્યા ​પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન આ નશાના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોના નામો પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે વિવિધ સ્થળોએ ત્વરિત દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક શંકાસ્પદના ઘરેથી 6 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, જેની હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે તપાસ લંબાવીને વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા અદાલતે પોલીસને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓમાં કિરણ કાનજીભાઈ રાઠોડ, રઈસ અને સોહેલનો સમાવેશ થાય છે. પોલીસે કબ્જે કરેલા નશીલા પદાર્થનું કુલ વજન 4.239 કિલોગ્રામ જેટલું છે પોલીસ પૂછપરછમાં આ આખી સિન્ડિકેટ અને મોડસ ઓપરેન્ડી અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં અકિલ નામનો વ્યક્તિ આ સમગ્ર કડીમાં મુખ્ય કડી તરીકે કામ કરતો હતો. આ નશીલો પદાર્થ કિરણ કાનજીભાઈ રાઠોડ અને અમિત ઉર્ફે ચેમ્પિયન દ્વારા મંગાવવામાં આવ્યો હતો, જ્યારે ઓડીશા ખાતેથી આ પાર્સલ મોકલનાર મુખ્ય શખ્સ ગોપી દાદા છે. ભવનાથ પોસ્ટ ઓફિસેથી પાર્સલ મેળવવા માટે અકિલ દ્વારા રઈસ, સોહેલ અને સની નામના ત્રણ વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા. પોલીસે કબ્જે કરેલા નશીલા પદાર્થનું કુલ વજન 4.239 કિલોગ્રામ જેટલું છે, જેની બજાર કિંમત લાખો રૂપિયામાં થાય છે. નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સા સામે આવ્યા છે અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ખાનગી કુરિયર કંપનીઓ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સા સામે આવ્યા છે, પરંતુ સરકારી પોસ્ટ ઓફિસ સેવાઓનો ઉપયોગ કરીને આ રીતે ડ્રગ્સ મંગાવવાનો આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી કિરણ કાનજીભાઈ રાઠોડના ભૂતકાળ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, તે અગાઉ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને છેલ્લા 4 મહિનાથી સસ્પેન્ડ થયેલો છે. આ ઉપરાંત તેના પર અગાઉ પણ 3 જેટલા અલગ-અલગ ગુનાહિત મુકદ્દમા નોંધાયેલા છે. હાલ જૂનાગઢ પોલીસ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આગળની સઘન તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Husband and I are proud…’: Why actor Pallavi Purohit says motherhood should never be forced
    Next Article
    Gujarat Fatafat News LIVE | ગુજરાતમાં વરસાદના તમામ મહત્વના સમાચાર | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment