Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા કૌભાંડમાં આણંદ SOGની કાર્યવાહી:35 લાખની ઠગાઈના ગુનામાં નાસતા-ફરતા આરોપી વૈભવ શિંદેની મુંબઈથી ધરપકડ

    17 hours ago

    આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયેલા ઓસ્ટ્રેલિયાના બનાવટી વિઝા આપવાના અને રૂ. 35 લાખની ઠગાઈના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી આખરે આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેને ટ્રાન્સજિટ રિમાન્ડ પર આણંદ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નોંધાયેલા વિઝા ફ્રોડના આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમે ગુપ્ત બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. મુંબઈના તારદેવ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો તપાસ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર અને ભાવિકકુમારને બાતમી મળી હતી કે ફરાર આરોપી વૈભવ રજનીકાંત શિંદે મુંબઈના તારદેવ વિસ્તારમાં છુપાયો છે. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસના સહયોગથી સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો. ટ્રાન્સજિટ રિમાન્ડ મેળવી તેને આણંદ લાવવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની વિગતો પકડાયેલ આરોપીનું નામ વૈભવ રજનીકાંત શિંદે (ઉંમર 36 વર્ષ) છે. તે મુંબઈના તારદેવ વિસ્તારમાં ઓલ્ડ ગાજાવાલા ટેરેસ, બ્લેસીસ બ્રિજ રોડ, ગ્રેટ ઇસ્ટર્ન ટાવર સામે આવેલા સરનામે રહે છે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ આણંદ ટાઉન પોલીસ મથકે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316(2), 336(2), 336(3), 338, 340(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપીએ ઓસ્ટ્રેલિયાના બનાવટી વિઝા આપવાના બહાને ફરિયાદી સાથે રૂ. 35 લાખની છેતરપિંડી કરી હતી. વૈભવ શિંદે પર અગાઉ પણ અમદાવાદમાં ગુનાઓ નોંધાયા છે તપાસમાં સામે આવ્યું છે કે વૈભવ શિંદે સામે અગાઉ પણ અમદાવાદ શહેરમાં ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2025માં અમદાવાદ શહેરના ડી.સી.બી. પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો. ઉપરાંત ઇસનપુર પોલીસ મથકે પણ વર્ષ 2025માં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316 અને 318 હેઠળ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આણંદ એસઓજીએ આરોપીની ધરપકડ બાદ સમગ્ર વિઝા ફ્રોડ રેકેટ તેમજ અન્ય સંભવિત સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આરોપી પાસેથી અન્ય ભોગ બનનારાઓ અને તેના સાગરિતો અંગે પણ મહત્વની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Bihar withdraws 64 FIRs against NEET protesters but cases against 21 in Siwan remain
    Next Article
    વડતાલ આચાર્ય નિવાસસ્થાને ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો:દેશ-વિદેશથી લાખો હરિભક્તો ઉમટ્યા, આચાર્ય અજેન્દ્રપ્રસાદજીનું પૂજન કરવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment