Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના નાનાપોંઢામાં SOGનો દરોડો, 20 હજારનો ગાંજો જપ્ત:3 શખસ ઝડપાયા, 58 હજારનો મુદ્દામાલ કબ્જે; બે રીઢા ગુનેગાર

    8 hours ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ માદક દ્રવ્યો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કોચરવા ગામના વડીયાવાડ વિસ્તારમાંથી પોલીસે રૂ. 20,800ની કિંમતના 0.416 કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ દરોડામાં કુલ રૂ. 58,590નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે SOG ટીમે આ સફળ કાર્યવાહી હાથ ધરી હતી. SOGને બાતમી મળી હતી કે, નાનાપોંઢાના કોચરવા ગામે અશોકભાઈની ચાલી પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગાંજાનો જથ્થો રાખી બેઠા છે. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 0.416 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 20,800 આંકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી રૂ. 32,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, રોકડા રૂ. 5,290, એક પ્લાસ્ટિકની ખુરશી તેમજ ગાંજો પેક કરવા માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ અને પડીકીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ. 58,590નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની ઓળખ કલીમ ઉર્ફે હકલા અલીમુદ્દીન સૈયદ (ઉંમર 32, હાલ રહે. વાપી, છીરી), વિશાલ જીપુ ગંજુ (ઉંમર 25) અને આકાશ મુન્ના ગુપ્તા (ઉંમર 24) તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે કલીમ સૈયદ વિરુદ્ધ અગાઉ હત્યા, ચોરી, જુગાર અને મારામારી સહિતના આશરે 14 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વિશાલ ગંજુ વિરુદ્ધ પણ આર્મ્સ એક્ટ તેમજ લૂંટ અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. ત્રીજો આરોપી આકાશ ગુપ્તા અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ મામલે નાનાપોંઢા પોલીસ મથકે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું વેચાણ કોને કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પોશીનામાં જર્જરિત પાણીની ટાંકી 4 સેકન્ડમાં જમીનદોસ્ત:ધરાશાયી થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
    Next Article
    સુરત પોલીસની લાડકવાયી ‘હસ્તી’ કોટક પરિવારની ‘લક્ષ્મી’ બની, ભાવુક દૃશ્યો:કકડતી ઠંડીમાં ત્યજી દેવાઈ હતી; મુંબઈ-ભુજના પરિવારોએ દીકરીઓને દત્તક લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment