Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ SOGએ 19 કિલો ગાંજા સાથે સગીરાની કરી ધરપકડ:પિતાના અવસાન અને માતાના બીજા લગ્ન બાદ એકલી રહેતી સગીરાને જંગલેશ્વરનું દંપતી ગાંજાનો જથ્થો આપી ગયાનું ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી

    8 hours ago

    રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા વામ્બે આવાસ ક્વાર્ટરમાંથી એક સગીરાને 19.061 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી કુલ 9.63 લાખનો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સગીરાના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી તે એકલી રહેતી હતી અને છેલ્લા 8 મહિનાથી પોતે આવાસના ક્વાર્ટરમાં રહેતી હતી. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે જંગલેશ્વરના સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી સાથે મળી લાવી હોવાનું સામે આવ્યું છે અને આ ગાંજાનો જથ્થો પતિ પત્નીએ સગીરાને સાચવવા આપ્યો હોવાથી પોલીસ આ કેસમાં ફરાર પતિ પત્નીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૈલાશ કેવલમ મેઈન રોડ પર વામ્બે આવાસ ક્વાર્ટરમાં ગાંજાનો મોટો જથ્થો પડેલો છે જેથી ક્વાર્ટરમાં રેડ કરતા એક સગીરા મળી આવી હતી જેના કબ્જામાં કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સગીરાને ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન આરોપી સગીરાએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે વામ્બે આવાસ ક્વાર્ટરમાં તે પોતે છેલ્લા 8 મહિનાથી એકલી રહે છે અને આ પહેલા તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી તેના પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેને સાચવવા માટે સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી આપી ગયા હોવાનું જણાવતા પોલીસે આ બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપી સગીરાના કબ્જામાંથી કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન તથા 5000 રૂપિયા રોકડ મળી કુલ 9.63 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપી સગીરા તેમજ ફરાર આરોપી સોયબ અને તેની પત્ની જેબા ત્રણેય સાથે મળી આ ગાંજાનો જથ્થો લઇ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરના રહેવાસી એવા ફરાર આરોપી સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી વિરુધ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં સોયબ વિરુધ્ધ NDPSના બે, જુગારના બે મળી કુલ 5 ગુના નોંધાઈ ચુક્યા છે જયારે તેની પત્ની જેબા વિરુધ્ધ પણ ગોંડલ સીટી ખાતે NDPSનો એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026: David Miller takes Delhi Capitals to the brink of a win but messes up in the end as Gujarat Titans clinch a thriller
    Next Article
    Kejriwal seeks recusal of Justice Sharma: Attending Akhil Bharatiya Adhivakta Parishad event not ideological bias, CBI tells HC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment