Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડાના જોબાળામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGની ટીમે રૂ. 16,193ની કિંમતની 68 પ્રકારની એલોપેથીક દવાઓ જપ્ત કરી

    10 hours ago

    સુરેન્દ્રનગર SOG શાખાએ ચુડા તાલુકાના જોબાળા ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી નીતિન વીરજા (પટેલ) પાસેથી રૂ. 16,193ની કિંમતની 68 પ્રકારની એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી. તેની સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે, SOG શાખાના કર્મચારીઓ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, જોબાળા ગામની પરનાળીયા શેરીમાં નીતિન પટેલ (રહે. નાગનેશ, તા. રાણપુર, જિ. બોટાદ) કોઈપણ ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને સારવાર કરી રહ્યા છે. બાતમીના આધારે, SOG શાખાના સ્ટાફે જોબાળા PHCના મેડિકલ ઓફિસર ક્લાસ-2 ડો. ભાવેશ જે. માલકીયાને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, 47 વર્ષીય આરોપી નીતિન વીરજા (પટેલ) મળી આવ્યો હતો, જે મૂળ સમઢીયાળા-1, તા. જિ. બોટાદનો રહેવાસી છે. આરોપીના કબજામાંથી કુલ 68 જાતની અલગ અલગ એલોપેથીક દવાઓ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.16,193 થાય છે. આ મામલે ચુડા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ-30 મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    દીપડાની પજવણી કરનાર સામે વિભાગની કાર્યવાહી:સયાજીબાગ ઝૂમાં દીપડાના પાંજરા પાસે જઈ દોડાવનાર યુવાનો સામે સયાજીગંજ પોલીસ મથકમાં અરજી, ફરિયાદ નોંધવાની તજવીજ
    Next Article
    Are Satwik-Chirag India’s most consistent badminton players right now?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment