Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:SOGના દરોડામાં રો-મટીરિયલ અને મશીનરી સહિત રૂ.1.50 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    વેરાવળ શહેરના ભાલકા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ‘બંસી ગૃહ ઉદ્યોગ’ના નામે ચાલતી બોગસ મિની કેમિકલ ફેક્ટરીનો ગીર સોમનાથ SOG ટીમે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર દરોડો પાડતા કેમિકલ સંબંધિત કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.1.50 લાખની કિંમતનું રો-મટીરિયલ તથા મશીનરી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે SOGએ દરોડો પાડ્યો પ્રાપ્ત વિગતો મુજબ, ભાલકા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ‘બંસી ગૃહ ઉદ્યોગ’ના નામે એક યુનિટમાં કેમિકલ સંબંધિત કામગીરી ચાલી રહી હોવાની બાતમી ગીર સોમનાથ SOG ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન જરૂરી નિયમો અને મંજૂરીઓ અંગે શંકાસ્પદ રીતે કેમિકલની કામગીરી ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું. રો-મટીરિયલ અને મશીનરી મળી આવી SOGની ટીમે સ્થળની ઝીણવટભરી તપાસ કરતા વિવિધ પ્રકારનું રો-મટીરિયલ તેમજ કેમિકલની કામગીરીમાં ઉપયોગમાં લેવાતી મશીનરી મળી આવી હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા રો-મટીરિયલ અને મશીનરીની કુલ કિંમત અંદાજે રૂ.1.50 લાખ હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ અને પર્યાવરણીય મંજૂરી અંગે તપાસ કેમિકલ સંબંધિત એકમમાં જરૂરી લાયસન્સ, પરવાનગીઓ, પર્યાવરણીય મંજૂરીઓ તથા સલામતીના નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. એકમમાં કાયદેસર રીતે કામગીરી કરવામાં આવતી હતી કે નહીં તે બાબતે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. SOG દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ GPCB તથા મામલતદાર કચેરીની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. જાણ થતાં બંને વિભાગોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને એકમની કામગીરી, રો-મટીરિયલ, મશીનરી તથા અન્ય પાસાઓની તપાસ હાથ ધરી હતી. વેરાવળના રહેણાંક વિસ્તારમાં આવી શંકાસ્પદ કેમિકલ કામગીરી સામે આવતા સ્થાનિક સ્તરે પણ ચકચાર મચી છે. SOGના દરોડા બાદ સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવતી તપાસના આધારે સમગ્ર મામલે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષકો પર અન્યાયી કાર્યવાહી સામે શૈક્ષિક મહાસંઘે PM-CMને રજૂઆત:સુરેન્દ્રનગર મહાસંઘે સાબરકાંઠા-કેરળના શિક્ષકોને ન્યાય આપવા મા ગ કરી
    Next Article
    Vasundhara Raje, Ram Madhav Among New BJP V-Ps; Smriti Irani Gets UP General Secy Charge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment